એક લાખ કરોડથી નીચે ઓગસ્ટનું જીએસટી કલેક્શન, કુલ ₹98,202 કરોડ
ઓગસ્ટ મહિનાનો જીએસટી સંગ્રહ એક લાખ કરોડથી નીચે આવીને 98,202 કરોડ રૂપિયા થઈ ગયો છે. આ વર્ષમાં બીજીવાર થયું છે. પહેલા જૂનમાં જીએસટી સંગ્રહ 99,939 કરોડ હતો.
નવી દિલ્હીઃ ઓગસ્ટમાં દેશનો કુલ જીએસટી સંગ્રહ એક લાખ કરોડથી નીચે આવીને 98,202 કરોડ થઈ ગયો છે. રવિવારે રેવેન્યૂ ડિપાર્ટમેન્ટે આ આંકડો જારી કર્યો છે. જુલાઈમાં કુલ જીએસટી કલેક્શન 1.02 લાખ કરોડ હતું. પરંતુ જો તુલના પાછલા વર્ષના ઓગસ્ટ સાથે કરીએ તો તે 4.5 ટકા વધુ છે. વર્ષ 2018ના ઓગસ્ટમાં કુલ જીએસટી કલેક્શન 93,960 કરોડ હતું.
આ વર્ષે બીજીવાર થયું છે જ્યારે જીએસટી કલેક્શન ઘટીને 1 લાખ કરોડ નીચે આવી ગયું છે. પહેલા આવું જૂનમાં થયું હતું ત્યારે 99,939 કરોડનું કલેક્શન થયું હતું. આ વર્ષે સેન્ટ્રલ જીએસટી કલેક્શન 17,733 કરોડ, સ્ટેટ જીએસટી 24,239 કરોડ અને ઇન્ટિગ્રેટેડ જીએસટી સંગ્રહ 48,958 કરોડ રૂપિયા રહ્યું છે. તેમાં 24,818 કરોડ રૂપિયા આયાતથી સંગ્રહિત થયા છે.
ડિપાર્ટમેન્ટના આંકડા પ્રમાણે 7,273 કરોડ રૂપિયા સેસથી મળ્યાં જેમાં 841 કરોડ રૂપિયાનું કલેક્શન આયાતથી કરવામાં આવ્યું છે. જુલાઈનો જીએસટીઆર 3બી રિટર્ન 31 ઓગસ્ટ સુધી 75.80 લાખ રૂપિયા ફાઇલ કરવામાં આવ્યું છે. ઓગસ્ટ મહિનાના નિયમિત શેટલમેન્ટ બાદ કેન્દ્ર અને રાજ્ય સરકારને CGSTથી રૂપિયા 40,898 કરોડ રૂપિયા અને SGSTથી ₹ 40,862 કરોડની આવક થઈ છે.