આજે GST કાઉન્સીલની 30મી સૌથી મહત્વપૂર્ણ બેઠક, લેવાશે અનેક મહત્વના નિર્ણયો
જીએસટી કાઉન્સીલની બેઠકમાં 2-3 ટકા કુદરતી આપત્તીથી રાહત આપવાનો પ્રસ્તાવ રજૂ થઇ શકે છે. બેઠકમાં રાજ્યોના થયેલી આવકના ઘટાડા પર ચર્ચાઓ કરવામાં આવશે.
નવી દિલ્હી: જીએસટી કાઉન્સીલની 30મી સોથી મહત્વપૂર્ણ બેઠક દિલ્હી ખાતે યોજાવાની છે. આ બેઠક વીડિયો કોન્ફરન્સ દ્વાર કરવામાં આવશે. જેમાં રાજ્યોની આવકમાં ખયેલા ઘટાડા અંગેની ચર્ચોઓ કરવામાં આવશે. સાથે જ કેરળમાં આવેલી કુદરતી આફત માટે રાહતનો પ્રસ્તાવ પણ રજૂ કરવામાં આવશે, જીએસટી કાઉન્સીલની બેઠકમાં તેના પર 2-3 ટકા રાહત આપવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે. જ્યારે બેઠકમાં રાજ્યોની આવકમાં થયેલા ઘટાડા અંગેની ચર્ચાઓ કરવામાં આવશે, ખરેખર તો 6 જેટલા રાજ્યોની આવકમાં ઘટાડો જોવા મળ્યો છે.
રાજ્યોને મળી શકે છે ટાર્ગેટ
જીએસટી કાઉન્સીલમાં રાજ્યોને જીએસટી કલેક્શનનો મહિનાનો ટાર્ગેટ પણ આપવામાં આવી શકે છે. કેન્દ્રીય નાણાંમંત્રી અરૂણ જેટલીની અધ્યક્ષતામાં કાઉન્સીલની બેઠક યોજાવાની છે. જેમાં રજૂ કરવામાં આવતા તમામ પ્રસ્તાવો પર ચર્ચા કરવામાં આવશે. કેરળને નાણાંકીય મદદ કરવાની ચર્ચા સાથે કાઉન્સીલ લેવાયેલા નિર્ણયોથી હિમાચલ પ્રદેશ સહિત પૂર્વના રાજ્યોને પણ ફાયદો થશે. આ તમામ રાજ્યોમાં પૂરના કારણે મોટું નુકશાન થયું છે.
સિગરેટ પર લગાવામાં આવી શકે છે ટેક્સ
સુત્રો દ્વારા મળતી જાણકારી અનુસાર, જીએસટી કાઉન્સીલની બેઠકમાં આપત્તિ ટેક્સ સિગરેટ પર લગાવવાનો વિચાર કરવામાં આવશે. જેનાથી સિગરેટના ભાવોમાં વધારો થઇ શકે છે. ઇન્વેસ્ટમેન્ટ કંપની CLSA દ્વાર જાહેર કરવામાં આવેલા રિપોર્ટ અનુસારસ, આજની જીએસટી કાઉન્સીલની બેઠકમાં આપત્તિ ટેક્સ પર નિર્ણય થઇ શકે છે. CLSAના રિપોર્ટ મુજબ આપત્તિ ટેક્સની શરૂઆત કેરળથી કરવામાં આવી શકે છે.
5-6 ટકા મોઘી થઇ શકે છે સિગરેટ
CLSAએ કહ્યું કે સિગરેટ પર ટેક્સ લગાવાના કરાણે આઇટીસી સિગરેટના ભાવ 5-6 ટકા વધી શકે છે. સિગરેટ પર લગાવામાં આવતા આપત્તિ ટેક્સની આવકથી કેરળને આર્થિક રીતે મદદ કરવામાં ફાયદો થશે. મહત્વનું છે, કે કેરળમાં થોડા દિવસ આવેલા પૂરને કારણે ત્યાં કરોડો રૂપિયાનું નુકશાન થયું હતું, જ્યારે સિગરેટ પર લગાવામાં આવતા ટેક્સને કારણે તેના ભાવમાં કોઇ પણ પ્રકારનું પરિવર્તન થતું નથી, પરંતુ આપત્તિ ટેક્સ વધાવાને કરાણે મોટા ભાગની કંપનીઓ સિગરેટના ભાવમાં વધારો કરી શકે છે. જેનાથી રીટેલમાં વેચાણ થનારી સિગરેટના ભાવમાં વધારો આવી શકે છે.
સ્વાસ્થય મંત્રાલયે પણ કરી છે અપીલ
ફેબ્રુઆરી 2018માં સ્વાસ્થય મંત્રાલયે પણ સિગરેટ, તમાકું અને ખૈની પર ટેક્સ વધારવાની અપીલ કરી હતી, સ્વાસ્થયને થતા નુકશાનને કારણે આ પ્રકારની અપીલ કરવામાં આવી હતી. પરંતુ, અત્યાર સુધી આવું થયું નથી. સ્વાસ્થય મંત્રાલયએ તેના માટે નાણાં મંત્રાલય સમક્ષ એક પ્રસ્તાવ પણ રજૂ કર્યો હતો. સૂત્રો દ્વારા મળતી માહિતી મૂજબ તમાકુ પર 250 ટકા ટેક્સ અને સિગરેટ પર 20 ટકા ટેક્સ કરવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો.