જીએસટીની ઝંઝાળ: આજે યોજાશે GST પરિષદની મહત્વપૂર્ણ બેઠક, જો આ નિર્ણય લેવાશે તો સસ્તા થશે મકાન
GST (ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ) પરિષદની બેઠક આજે એટલે કે 20 ફેબ્રુઆરીના રોજ સંભવ છે. તેમાં સીમેંટ પર ટેક્સના દરને 28 ટકાથી ઘટાડીને 18 ટકા કરવા પર ચર્ચા થઇ શકે છે. સાથે જ આ બેઠકમાં મંત્રીઓના સમૂહ (GoM) દ્વારા અંડર-કંસ્ટ્રકશન (બની રહેલા) મકાનો પર 5 ટકા જીએસટી અને વ્યાજબી મકાનો પર 3 ટકા લગાવવાની ભલામણ પર વિચાર કરવામાં આવશે. જીઓએમે આ પહેલા વિના ઇનપુટ ટેક્સ ક્રેડિટ સાથે અંડર-કંસ્ટ્રકશન મકાનો પર 5 ટકા જીએસટી અને આઇટીસી વિનાના વ્યાજબી મકાનો પર 3 ટકા જીએસટી લગાવવાની ભલામણ કરી હતી.
ટૂંક સમયમાં જ ઘટી શકે છે તમારી લોનની EMI, આરબીઆઇ બેંકો સાથે કરશે બેઠક
સીમેંટ પર ટેક્સના દરમાં ઘટાડો કરવાની માંગ લાંબા સમયથી કરવામાં આવી છે, પરંતુ તેનાથી સરકારી ખજાના પર વાર્ષિક 13,000 કરોડ રૂપિયાનું નુકસાન થશે. પરંતુ ચૂંટણી નજીક આવતી હોવાથી સરકાર તેમાં ઘટાડો કરવા માંગે છે. સાથે જ એ સુનિશ્વિત કરવા માંગે છે કે ટેક્સમાં ઘટાડાનો લાભ લોકો સુધી પહોંચે, તેમને ઓછી કિંમતમાં સીમેંટ મળે અને ઘરોના ભાવમાં ઘટાડો થાય. સૂત્રોએ જણાવ્યું કે સીમેંટમાં પ્રસ્તાવિત જીએસટી અને જીઓએમના રિપોર્ટ પર ચર્ચા જીએસટી પરિષદની 20 ફેબ્રુઆરીએ યોજાનારી બેઠકના એજેંડામાં સામેલ છે.
હોમ લોન લેવામાં ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ કરશે તમારી મદદ, વ્યાજમાં પણ મળશે રાહત
જીએસટી પરિષદની 20 ફેબ્રુઆરીના રોજ યોજાનારી બેઠક પહેલાં જીઓએમની બેઠક થશે, તેમાં વ્યાજબી આવાસને ફરીથી નિર્ધારિત કરવામાં આવે, જેથી તેમાં વધુમાં વધુ ગરીબ લોકોને સામેલ કરવામાં આવી શકે અને તેમને 3 ટકાનો લાભ મળે. હાલ 50 વર્ગમીટર સુધી કાર્પેટ એરિયાવાળા ઘરોને વ્યાજબી ઘર ગણવામાં આવે છે. તેને વધારીને 80 વર્ગમીટર કરવામાં આવી શકે છે.