નવી દિલ્હી: પેટ્રોલ અને ડીઝલના ભાવ સાતમા આસમાને પહોંચી ગયા ત્યારે આજે જીએસટી પરિષદની બેઠક યોજાવવાની છે. નાણામંત્રી અરૂણ જેટલીની અધ્યક્ષતામાં યોજાનારી બેઠકમાં ઘણા મહત્વ મોરચા પર ચર્ચા થશે. તેમાં રિટર્ન ભરવાની સાથે પેટ્રોલ અને ડીઝલને જીએસટી હેઠળ લાવવાની ચર્ચા થઇ શકે છે. જીએસટી પરિષદની આ બેઠકમાં ત્રણ મહત્વપૂર્ણ વસ્તુઓ પર કોઇ નિર્ણય આવી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પેટ્રોલ-ડીઝલ જીએસટી હેઠળ
જીએસટી પરિષદની 27મી બેઠકમાં પેટ્રોલ અને ડીઝલને જીએસટી હેઠળ લાવવા પર ચર્ચા થશે એમ માનવામાં આવી રહ્યું છે. જોકે તેને જીએસટી હેઠળ લાવવા પર સહમતિ બનવી મુશ્કેલ છે. નાણામંત્રી અરૂણ જેટલી અને પેટ્રોલિયમ મંત્રી ધમેંદ્ર પ્રધાન પહેલાં જ માંગ ઉઠાવી ચૂક્યા છે, પરંતુ રાજ્યો વચ્ચે હાલ સહમતિ બની શકી નથી. એવામાં જોવાનું રહેશે કે આજની બેઠકમાં કોઇ નિર્ણય આવે છે કે નહી.

4 મેના રોજ 4 મોટી ખુશખબરી આપશે મોદી સરકાર, સસ્તી થશે આ વસ્તુઓ


સિંગલ રિટર્નની વ્યવસ્થા
આજની બેઠકમાં હાલમાં રિટર્ન ભરવાને લઇન ઘણા ફોર્મની જગ્યાએ એક સિંગલ રિટર્ન ફોર્મ લાવવામાં આવી શકે છે. તેનાથી ફક્ત વેપારીઓને રિટર્ન ભરવામાં સરળતા રહેશે, પરંતુ આ નિર્યાતકોને રિટર્ન ભરવામાં આવી રહેલી સમસ્યાઓને દૂર કરવામાં પણ મદદ કરશે.  


જીએસટીએન બનશે સરકારી કંપની:
આ બેઠકમાં જીએસટીએનને સરકારી કંપની બનાવવા પર પણ વિચાર કરવામાં આવી શકે છે. તમને જણાવી દઇએ કે હાલ જીએસટી રિટર્ન સાથે સંકળાયેલી વ્યવસ્થાને જીએસટીએન નેટવર્ક જુએ છે.

મોદી સરકાર વૃદ્ધોને આપશે 10 હજાર રૂપિયા પેંશન, 10 વર્ષ સુધી મળશે લાભ


ઇ-વે બિલને બનાવી શકાય છે સરળ:
ઇ-વે બિલને લાગૂ કર્યાને એક મહિનો થઇ ગયો છે. આ બેઠકમાં ઇ-વે બિલને લાગૂ થયા બાદ થઇ રહેલી મુશ્કેલીઓ અને સુવિધાઓને લઇને ચર્ચા થઇ શકે છે. આ બેઠકમાં ઇ-વે પોર્ટલ પર રજિસ્ટ્રેશનને રેગુલર અને ટ્રાંસપોર્ટર બંને રીતે રજિસ્ટ્રેશનની સુવિધા મળી શકે છે. 


કેશલેસ લેણદેણવાળાને મળી શકે છે ભેટ
આ બેઠકમાં પરિષદ તે લોકોને ખરીદી પર ડિસ્કાઉન્ટ આપી શકે છે, જે ડિજિટલ ચૂકવણી કરશે. આ બેઠકમાં કેશલેસ લેણદેણ પર જીએસટી રેટમાં બે ટકાની છૂટ આપવામાં આવી શકે છે. જો કે આ છૂટની વધુમાં વધુ મર્યાદા 100 રૂપિયા રહી શકે છે. આ ફાયદો બિઝનેસ ટૂ કંઝ્યૂમર લેણદેણને મળી શકે છે.