Taxpayers ને મોટી રાહત! હવે GST રિટર્ન માટે CA ઓડિટની જરૂર નહી, ટેક્સપેયર્સ કરી શકશે સેલ્ફ-સર્ટિફાઇ
હવે ચાર્ટર્ડ એકાઉન્ટ (Chartered Accountants) પાસે ફરજિયાત ઓડિટ સર્ટિફિકેશન કરાવવાની જરૂર નહી પડે. તેના માટે સેંટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સેસ એન્ડ કસ્ટમ્સ (CBIC) ના નિર્દેશ પણ જાહેર કર્યા છે.
નવી દિલ્હી: GST Latest News: ટેક્સપેયર્સ માટે રાહતના સમાચાર છે. હવે તમારે CA ના ચક્કર લગાવવાની જરૂર નહી પડે. સરકારના આદેશ અનુસાર હવે 5 કરોડ રૂપિયા વધુના બિઝનેસવાળા ગુડ્સ એન્ડ સર્વિસિઝ ટેક્સ (Goods and Services Tax) ટેક્સપેયર્સ પોતાના વાર્ષિક રિટર્નને જાતે પ્રમાણિત (Self Certify) કરી શકશે. એટલે કે હવે ચાર્ટર્ડ એકાઉન્ટ (Chartered Accountants) પાસે ફરજિયાત ઓડિટ સર્ટિફિકેશન કરાવવાની જરૂર નહી પડે. તેના માટે સેંટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સેસ એન્ડ કસ્ટમ્સ (CBIC) ના નિર્દેશ પણ જાહેર કર્યા છે.
સરકારે બિઝનેસમેનો આપી મોટી રાહત
ગુડ્સ એન્ડ સર્વિસસિઝ ટેક્સ (GST) હેઠળ 2020-21 માટે 2 કરોડ રૂપિયા સુધી વાર્ષિક બિઝનેસને બાદ કરતાં અન્ય તમામ એકમો માટે વાર્ષિક રિટર્ન જીએસટીઆર-9/9એ (GSTR-9/9A) દાખલ કરાવવું અનિવાર્ય છે. અત્રે ઉલ્લેખનીય છે કે 5 કરોડ રૂપિયાથી વધુના બિઝનેસવાળા ટેક્સપેયર્સને ફોર્મ જીએસટીઆર-9સી (GSTR-9C) ના રૂપમાં સમાધાન વિવરણ જમા કરાવવાની જરૂર નથી. ત્યારબાદ આ વિવરણને ઓડિટ બાદ ચાર્ટર્ડ એકાઉન્ટેટ વેરિફાઇ કરે છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube