નવી દિલ્હીઃ પ્રથમવાર ગુડ્સ એન્ડ સર્વિેસેઝ ટેસ્ટ (જીએસટી)નું કલેક્શન એક મહિનામાં 1 લાખ કરોડ રૂપિયાના સ્તરને પાર કરી ગયું છે. સરકારે મંગળવારે આંકડો જારી કરતા કહ્યું કે એપ્રિલમાં કુલ 1,03,458 કરોડ રૂપિયાનું જીએસટી કલેક્શન થયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નાણા મંત્રાલયે કહ્યું કે એપ્રિલ મહિનામાં  ગોઠવણ બાદ કેન્દ્ર અને રાજ્ય સરકારોથી પ્રાપ્ત કુલ આવકમાં 32,493 કરોડ રૂપિયા સીજીએસટી અને 40,257 કરોડ રૂપિયા એસજીએસટી હેઠળ પ્રાપ્ત થયા છે. 



 
સરકારે કહ્યું કે, એપ્રિલમાં કંપોઝિશન ડીલર્સને ત્રિમાસીક રિટર્ન દાખલ કરવાનું હતું. 19.31 લાખ કંપોઝિશન ડીલર્સમાંથી 11.47 લાખ ડીલર્સે ત્રિમાસીક રિટર્ન (જીએસટીઆર 4) દાખલ કર્યું, જે 59.40 ટકા છે અને 579 કરોડ રૂપિયાનો ટેક્સ આપ્યો. આ કુલ પ્રાપ્ત 1.03 લાખ કરોડ જીએસટીમાં સામેલ છે. 


નાણા પ્રધાન અરૂણ જેટલીએ આના પર ખુશી વ્યક્ત કરતા કહ્યુ, એપ્રિલમાં જીએસટી સંગ્રહનો 1 લાખ કરોડ રૂપિયાથી વધુનો આંકડો ઐતિહાસિક ઉપલબ્ધિ. તેનાથી આર્થિક ગતિવિધિઓ વધવાનો સંકેત મળે છે. ઈ-વેબ પ્રણાલી શરૂ થવા અને જીએસટી અનુપાલન સુધરવાથી આગળ પણ કલેક્શનમાં સારા પરિણામ જોવા મળશે.