ટેક્સ માટે ડુપ્લીકેટ બિલ બનાવીને સરકારને ચૂનો લગાવનારની ખેર નહી, હવે થશે બધાની તપાસ
ડુપ્લીકેટ બિલ બનાવીને સરકાર પાસે ઇનપુટ ક્રેડિટ ટેક્સનો દાવો ઠોકનારાઓની ખેર નહી. ટેક્સ અધિકારી ટૂંક સમયમાં આવા મામલાઓની તપાસ શરૂ કરી શકે છે, જેમાં ઇનપુટ ટેક્સ ક્રેડિટ માટે ધડાધડ દાવા ઠોકવામાં આવી રહ્યા છે. મામલો સીધો છે અને સરકારી ખજાના સાથે જોડાયેલ છે. GST કલેક્શનમાં ઝડપથી ધટાડો આવી રહ્યો છે અને અધિકારી તેનાથી પરેશાન છે. ટેક્સ કલેક્શન કેમ ઘટી રહ્યું છે, તેના કારણોની તપાસ માટે એક મંત્રી સમૂહની રચના કરવામાં આવશે. જ્યારે આ મંત્રી સમૂહની બેઠક થઇ, ત્યારે આ વાતની સંભાવના જોવા મળી કે કેટલાક બિઝનેસમેન નકલી બિલ દ્વારા ઇનપુટ ક્રેડિટનો દાવો ઠોકી રહ્યા છે. તેના લીધે જે ટેક્સ કલેક્શન છે, તેમાંથી મોટી રકમ ઇનપુટ ક્રેડિટ તરીકે પરત જઇ રહી છે.
નવી દિલ્હી: ડુપ્લીકેટ બિલ બનાવીને સરકાર પાસે ઇનપુટ ક્રેડિટ ટેક્સનો દાવો ઠોકનારાઓની ખેર નહી. ટેક્સ અધિકારી ટૂંક સમયમાં આવા મામલાઓની તપાસ શરૂ કરી શકે છે, જેમાં ઇનપુટ ટેક્સ ક્રેડિટ માટે ધડાધડ દાવા ઠોકવામાં આવી રહ્યા છે. મામલો સીધો છે અને સરકારી ખજાના સાથે જોડાયેલ છે. GST કલેક્શનમાં ઝડપથી ધટાડો આવી રહ્યો છે અને અધિકારી તેનાથી પરેશાન છે. ટેક્સ કલેક્શન કેમ ઘટી રહ્યું છે, તેના કારણોની તપાસ માટે એક મંત્રી સમૂહની રચના કરવામાં આવશે. જ્યારે આ મંત્રી સમૂહની બેઠક થઇ, ત્યારે આ વાતની સંભાવના જોવા મળી કે કેટલાક બિઝનેસમેન નકલી બિલ દ્વારા ઇનપુટ ક્રેડિટનો દાવો ઠોકી રહ્યા છે. તેના લીધે જે ટેક્સ કલેક્શન છે, તેમાંથી મોટી રકમ ઇનપુટ ક્રેડિટ તરીકે પરત જઇ રહી છે.
ખેડૂતો આજે મળી શકે છે મોટી ભેટ, બજેટ પહેલાં મોદી સરકારે તૈયાર કર્યું કૃષિ પેકેજ
80% ઇનપુટ ટેક્સ ક્રેડિટ
નાણાકીય વર્ષ 2018-19માં GSTનું સરેરાશ માસિક કલેક્શન 96,000 કરોડ રૂપિયા રહ્યું છે. કુલ જીએસટી દેણદારીમાં 80 ટકાના નિકાલ ઇનપુટ ટેક્સ ક્રેડિટ દ્વારા થાય છે. માત્ર 20 ટકા ટેક્સ જ કેશના રૂપમાં જમા કરવામાં આવે છે. સૂત્રોએ જણાવ્યું કે હાલની વ્યવસ્થામાં ઇનપુટ ટેક્સ ક્રેડિટનો દાવો દાખલ કરવામાં અને તેને મેચ કરવામાં ઘણું અંતર છે, એવામાં સંભવ છે કે થોડા દાવાઓ નકલી બિલોના આધાર પર કરવામાં આવી રહ્યા છે. એકવાર રિટર્ન ફાઇલ કરવાની નવી સિસ્ટમ આવી જાય તો અધિકારીઓ પાસે એક્ચુઅલ ટાઇમમાં દાવાઓ મેચ કરવાની સુવિધા રહેશે. સૂત્રોએ કહ્યું કે ટ્રેજરી વિભાગ હવે ITC ના દાવાઓની વધુ સંખ્યાઓમાં તપાસ કરશે જેથી તે જાણી શકાય કે તે દાવો સાચા કે છે ખોટા.
ગત 7 દિવસથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઇ ફેરફાર નહી, જાણો શું છે ભાવ
હવે GST કલેક્શન (2018-19)?
એપ્રિલ | રૂપિયા 1.03 લાખ કરોડ |
મે | રૂપિયા 94,016 લાખ કરોડ |
જૂન | રૂપિયા 95,610 કરોડ |
જુલાઇ | રૂપિયા 96,483 કરોડ |
ઓગસ્ટ | રૂપિયા 93,960 કરોડ |
સપ્ટેમ્બર | રૂપિયા 94,442 કરોડ |
ઓક્ટોબર | રૂપિયા1,00,710 કરોડ |
નવેમ્બર | રૂપિયા 97,637 કરોડ |
ડીસેમ્બર | રૂપિયા 94,726 કરોડ |