નવી દિલ્હી: આગામી સપ્તાહે ચંડીગઢમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કાઉન્સિલ બેઠક મળશે. આ બેઠકમાં ક્રિપ્ટોકરન્સી પર GST લાગુ કરવો જોઈએ કે નહીં તે અંગે ચર્ચા કરાશે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ 28 અને 29 જૂને આ બેઠક મળવાની છે. જો ક્રિપ્ટો પર GST લાગૂ થશે તો રોકાણકારોનો મૂડ વધુ બગાડી શકે છે કારણ કે કાઉન્સિલ ડિજિટલ ટોકન્સને 28 ટકાના સર્વોચ્ચ સ્લેબ હેઠળ મૂકી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (CBDT) દ્વારા તાજેતરના FAQ મુજબ, ક્રિપ્ટોકરન્સી ટ્રાન્સફર કરવા પર 1 ટકા TDS,  બજેટ 2022 માં રજૂ કરવામાં આવ્યું હતું, જે 1 જુલાઈથી લાગુ થશે. બજેટ 2022 માં નાણામંત્રી નિર્મલા સીતારમણે ક્રિપ્ટોકરન્સી પર 30 ટકા આવકવેરાની જાહેરાત કરી હતી. તે ઉપરાંત વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ્સના ટ્રાન્સફર પર 1 ટકા TDS ની પણ જાહેરાત કરવામાં આવી હતી. 30 ટકાનો નિયમ 1 એપ્રિલથી લાગુ થઈ ચૂક્યો છે.


વિરાટ કોહલીની આ વાતને લઇને ભડક્યા કપિલ દેવ, કહ્યું- વિચાર્યું ન હતું કે આવો ખેલાડી મળશે


ક્રિપ્ટો રોકાણકારો પહેલેથી જ મુશ્કેલીમાં છે. નવેમ્બર 2021 માં બિટકોઈન તેની ટોચ પરથી 60 ટકાથી વધુ ઘટી ગયો છે. લ્યુના જેવા કેટલાય સ્ટેબલકોઈન્સે તેમના મૂલ્યના 90 ટકા ગુમાવ્યા છે. ફુગાવાને પહોંચી વળવા કેન્દ્રીય બેંકોએ તેમના વ્યાજ દરોમાં વધારો કર્યો હોવાથી, ડિજિટલ ટોકન્સનું મૂલ્ય ઓછું થવાની ધારણા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube