ઝી મીડિયા/બ્યૂરો :થોડા દિવસો પહેલા પાપડ પર GST ને લઈને વિવાદ છંછેડાયો હતો. હવે પરાઠા (Paratha) ને લઈને નવો વિવાદ ઉઠ્યો છે. ઓથોરિટી ઓફ એડવાન્સ રુલિંગ (AAR) ની ગુજરાત બેન્ચે નિર્ણય આપ્યો કે, પરાઠા પર 18 ટકા જીએસટી લાગશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પરાઠા પર 18% જીએસટી, રોટલી પર 5% 
તમને જણાવી દઈએ કે, રોટલી 5% GST સ્લેબના લિસ્ટમાં છે. પરંતુ પરાઠા હવે 18% સ્લેબમાં આવી ગયા છે. જેને લઈને નવો વિવાદ છંછેડાયો છે. ઓથોરિટી ઓફ એડવાન્સ રુલિંગ (AAR) ની ગુજરાત બેન્ચે સ્પષ્ટ કર્યું કે, રેડી ટુ કુક પરાઠા પર 18% ના દરે જીએસટી લાગશે. 


વાડીલાલ ઈન્ડસ્ટ્રીઝની દલીલ
બ્રાન્ડેડ પરાઠા બનાવનારી ગુજરાતની કંપની વાડીલાલ ઈન્ડસ્ટ્રીઝે (Vadilal Industries) દલીલ કરી હતી કે, તમામ પ્રકારના પરાઠા, ખાખરા અને રોટલી પર 5 ટકા જીએસટી લાગવુ જોઈએ. કેમ કે, ચપાતી, રોટલી અને પરાઠામાં બહુ જ સમાનતા છે. તેને બનાવવાની પ્રક્રિયાથી લઈને તેને ઉપયોગ કરવાની પ્રોસેસ એક જેવી જ છે. પોતાની દલીલને વજન આપવા માટે વાડીલાલે અનેક અંગ્રેજી શબ્દકોષ અને વિકીપીડિયાથી પરાઠા શબ્દની પરિભાષા કરી. કેમ કે તે તેના અંતર્ગત જીએસટી કાયદા અને નિયમોમાં પરિભાષિત નથી. 


આ પણ વાંચો : આ છે ગુજરાતના સૌથી વધુ જોવાયેલા ટોપ-3 Videos, ભગવાન રામના ચરણોમાં પડેલી વીજળી કેમેરામાં કેદ થઈ


ગુજરાત AAR નો જવાબ
વાડીલાલની આ દલીલો સાંભળ્યા બાદ ગુજરાત AAR એ કહ્યું કે, ખાખરા, સાદી રોટલી પકાવેલી હોય છે અને તેને ખાવા માટે ફરીથી પકાવવાની જરૂર નથી પડતી. તે ખાવા માટે તૈયાર હોય છે. બીજી તરફ, કંપની દ્વારા સપ્લાય કરવામાં આવનાર પરાઠા તેનાથી અલગ છે. કારણ કે, તેને ખાવાલાયક બનાવવા માટે અને પ્રોસિસંગ કરવાની જરૂર પડે છે. એટલે કે, રોટલી Ready To Eat છે, જ્યારે કે પરાઠા Ready To Cook છે. 


પિતાએ રસ્તે ઉભા રહી દીકરીનો જીવ બચાવવા મદદ માંગી, સુરતીઓએ ખોબલે ભરીને દાન આપ્યું 


પાપડ પર જીએસટી નહિ
આ પહેલા પાપડને લઈને વિવાદ સળગ્યો હતો. ગુજરાત ઓથોરિટી ઓફ એડવાન્સ રુલિંગ AAR બેન્ચે કહ્યુ હતું કે, પાપડ પર કોઈ પ્રકારની જીએસટી નહિ લાગે. એટલે કે પાપડ પર જીએસટીનો દર શૂન્ય રહેશે. બેન્ચે કહ્યું કે, પાપડ પહેલા હાથથી બનાવવામાં આવતા હતા, અને તેનો આકાર ગોળ હતો. હવે પાપડ અલગ અલગ પ્રકાર અને આકારમાં બનાવવામાં આવે છે. ગુજરાત બેન્ચે કહ્યું કે, અલગ અલગ પાપડ બનાવવાની જ્યાં સુધી વાત છે, તો કાચા માલમાં તે એકજેવુ છે. તેને બનાવવાની અને ઉપયોગની રીત પણ એક છે. તેથી પાપડને HSN 19059040 કેટેગરીમાં રાખવામાં આવે અને તેના પર કોઈ જીએસટી નહિ લાગે.