સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (CBDT)ના આંકડા મુજબ નાણાકીય વર્ષ 2022-23માં ગુજરાતમાં 'કરોડપતિ' કરદાતાઓ એટલે કે જેમણે વાર્ષિક એક કરોડ કે તેનાથી વધુ આવક જાહેર કરી છે તેવા કરદાતાઓની સંખ્યામાં 49 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નાણાકીય વર્ષ 2021ની વાત કરીએ તો અધિકૃત આંકડા મુજબ તે વર્ષમાં એક કરોડ કે તેથી વધુની આવક જાહેર કરનારા 9300 કરદાતાઓ હતા જેની સરખામણીમાં વર્ષ 2022માં આવા કરદાતાઓની સંખ્યામાં 4500નો વધારો થયો અને આંકડો 14000 પર પહોંચી ગયો. છેલ્લા પાંચ વર્ષના આંકડા જોઈએ તો લગભગ બમણો ઉછાળો જોવા મળ્યો છે જે 7000થી 14000 પર પહોંચ્યો છે. 


નોન કોર્પોરેટ કેટેગરીમાં ઓવરઓલ ટેક્સ બેઝમાં 4 ટકાનો વધારો નોંધાયો છે. આંકડો  2021-22 ના 71.2 લાખ કરદાતાઓની સરખામણીમાં વર્ષ 2022-23માં તે 73.8 લાખ કરદાતાઓ પર પહોંચ્યો. પાંચ વર્ષ પહેલા 2018માં ઓવરઓલ ટેક્સ બેસ 62.5 લાખ હતો. 


10 લાખથી ઓછી આવકવાળાની આટલી ટકાવારી
ડેટા જોઈએ તો 94 ટકા જેટલી કરદાતાઓની ટકાવારી એવી છે જેમણે 10 લાખ સુધીની ટેક્સેબલ ઈન્કમ દર્શાવી છે. આ  કેટેગરીમાં કરદાતાઓમાં 2 ટકાનો વધારો જોવા મળ્યો છે. જ્યારે 10 લાખ અને તેનાથી વધુ ટેક્સેબલ ઈન્કમ કેટેગરીઓમાં 29 ટકાનો નોંધપાત્ર વધારો જોવા મળ્યો જે 3.35 લાખથી વધીને 4.33 લાખ થયો. 


 લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube