Bank Holidays in September 2022: જો તમારે સપ્ટેમ્બર મહિનામાં બેંકમાં કોઈ મહત્વપૂર્ણ કામકાજ હોય તો પતાવી લેજો. નહીં તો તમે મોટી મુશ્કેલીમાં સપડાઈ શકો છો. એકવાર ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનામાં બેંકિંગ રજાઓની યાદી તપાસો. સપ્ટેમ્બર મહિનામાં ગુજરાત સરકારે આ દિવસે રજાઓ જાહેર કરી છે. ગુજરાતમાં 1 સપ્ટેમ્બર ગુરુવારે સંવત્સરી છે. આ દિવસે ગુજરાતની બેંકો બંધ રહેશે. ગુજરાતમાં 10 સપ્ટેમ્બરે, બીજો શનિવાર આવી રહ્યો છે. જેથી આ દિવસે ગુજરાતની બેંકોમાં રજા રહેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં 24 સપ્ટેમ્બરે ચોથો શનિવાર આવી રહ્યો છે, આ દિવસે પણ બેંકમાં રજા રહેશે. ઉપરોક્ત તારીખે ગુજરાતની તમામ બેંકો સપ્ટેમ્બર મહિનામાં આ તારીખે બંધ રહેશે. આ દિવસોમાં ગુજરાતની બેંકમાં સામાન્ય કામકાજની સુવિધા ઉપલબ્ધ રહેશે નહીં. આ તારીખે ધનલક્ષ્મી બેંક, લક્ષ્મી વિલાસ બેંક, નૈનીતાલ બેંક, IDFC બેંક અને યસ બેંક સહિતની તમામ બેંકો બંધ રહેશે.


શું હોય છે સંવત્સરીનો તહેવાર?
આ એક હિન્દુ તહેવાર છે. જૈન ધર્મના શ્વેતાંબર સંપ્રદાયના અનુયાયીઓ દ્વારા વાર્ષિક પર્યુષણનો છેલ્લો દિવસ ઉજવવામાં આવે છે. આ ભાદ્રપદ મહિનામાં આવે છે. આ દિવસે જૈનો તમામ જીવો દ્વારા જાણ્યે-અજાણ્યે થયેલી તેમની ભૂલો માટે ક્ષમા માંગે છે. ધાર્મિક વિધિઓ અનુસાર જૈન ધર્મને અનુસરતા લોકો વ્યક્તિગત રીતે તેમના મિત્રો અને સંબંધીઓને "મિચ્છામિ દુક્કડમ" સાથે શુભેચ્છા પાઠવે છે. ઘણા લોકો આ પવિત્ર દિવસે ઉપવાસ પણ રાખે છે.


સપ્ટેમ્બર, 2022 મહિના માટે અન્ય રાજ્યોમાં બેંક રજાઓની યાદી


- 4થી સપ્ટેમ્બર 2022, રવિવારે, સપ્તાહની રજા છે. સમગ્ર ભારતમાં બેંકોમાં રજા
- 6 સપ્ટેમ્બર 2022, મંગળવારે રામદેવ જયંતિ છે, આ દિવસે રાજસ્થાનમાં બેંક હોલીડે
- 8મી સપ્ટેમ્બર 2022, ગુરુવારે તિરુવોનમ છે. આ દિવસે કેરળમાં બેંક રજા
- 9 સપ્ટેમ્બર 2022, શુક્રવારે ઈન્દ્ર જાત્રા છે. આ દિવસે સિક્કિમમાં બેંક રજા
- 10 સપ્ટેમ્બર 2022, શનિવારે શ્રી નારાયણ ગુરુ જયંતિ છે. આ દિવસે કેરળમાં બેંક રજા
- 11 સપ્ટેમ્બર 2022, રવિવાર સપ્તાહની રજા છે. ઓલ ઈન્ડિયા બેંક હોલીડે
- 17 સપ્ટેમ્બર 2022, બીજો શનિવાર, આ દિવસે સમગ્ર ભારતમાં બેંક રજા
- 18મી સપ્ટેમ્બર 2022, રવિવારના રોજ સપ્તાહની રજા. આ દિવસે ઓલ ઈન્ડિયા બેંક હોલીડે
- 21 સપ્ટેમ્બર 2022, બુધવારે શ્રી નારાયણ ગુરુ સમાધિ છે. આ દિવસે કેરળમાં બેંક રજા
- 23 સપ્ટેમ્બર 2022, શુક્રવાર વીર શહીદ દિવસ, આ દિવસે હરિયાણામાં બેંક રજા
- 24 સપ્ટેમ્બર 2022, ચોથો શનિવાર, આ દિવસે ઓલ ઈન્ડિયા બેંક હોલીડે
- 25 સપ્ટેમ્બર 2022, રવિવારના રોજ સપ્તાહની રજા. ઓલ ઈન્ડિયા બેંક હોલીડે
- 25 સપ્ટેમ્બર 2022, રવિવારે બથુકમ્મા છે, તેલંગાણામાં બેંકમાં રજા
- 26 સપ્ટેમ્બર 2022, સોમવારે મહારાજા અગ્રસેન જયંતિ. હરિયાણામાં બેંકમાં રજા
- 26 સપ્ટેમ્બર 2022, સોમવારે ઘટસ્થાપન, રાજસ્થાનમાં બેંકમાં રજા
- 28 સપ્ટેમ્બર 2022, બુધવાર શહીદ ભગત સિંહની જન્મજયંતિ, પંજાબમાં બેંકોમાં રજા


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube