વાવાઝોડાના કારણે ધાબા પર લાગેલી સોલર પ્લેટ ઉડી જાય તો વળતર મળે ખરું? ખાસ જાણો
ગુજરાતમાં વાવાઝોડા બિપરજોયે કચ્છ અને સૌરાષ્ટ્ર સહિત અનેક વિસ્તારોમાં તબાહી મચાવી છે. સેંકડો ઝાડ ઉખડી ગયા છે, હજારો વીજ થાંભલા પડી ગયા. ખેતરો જળબંબાકાર થયા. પાક બરબાદ થઈ ગયા. ઘરો, દુકાનો, બિલ્ડિંગો પર લાગેલા ટિન શેડ ઉડી ગયા છે. સ્પષ્ટ છે કે કેટલાક લોકોના ઘરો પર લાગેલી સોલર પેનલને પણ નુકસાન થયું હોય.
ગુજરાતમાં વાવાઝોડા બિપરજોયે કચ્છ અને સૌરાષ્ટ્ર સહિત અનેક વિસ્તારોમાં તબાહી મચાવી છે. સેંકડો ઝાડ ઉખડી ગયા છે, હજારો વીજ થાંભલા પડી ગયા. ખેતરો જળબંબાકાર થયા. પાક બરબાદ થઈ ગયા. ઘરો, દુકાનો, બિલ્ડિંગો પર લાગેલા ટિન શેડ ઉડી ગયા છે. સ્પષ્ટ છે કે કેટલાક લોકોના ઘરો પર લાગેલી સોલર પેનલને પણ નુકસાન થયું હોય. જો તોફાનમાં તમારા ધાબા પર લાગેલી સોલર પ્લેટ ઉડી જાય તો શું વળતર મળશે?
આવા જ એક 3 વર્ષ જૂના કેસમાં ગુજરાત રાજ્ય ઉપભોક્તા આયોગનો એક મહત્વપૂર્ણ નિર્ણય આવ્યો છે. જેમાં સોલર પેનલ બનાવતી કંપનીને એક લાખ 55 હજાર રૂપિયાનું વળતર આપવા માટે જણાવવામાં આવ્યું હતું. વાત જાણે એમ હતી કે ગુજરાતના ભાવનગરમાં તોફાન દરમિયાન એક વ્યક્તિના ધાબેથી સોલર પેનલ ઉડી ગઈ હતી. પોલીસ સર્વિસથી રિટાયર જયેન્દ્ર સિંહ જાડેજાએ માર્ચ 2019માં પોતાની છત પર 3.10 KW ની સોલર પેનલ લગાવેલી હતી. સરકારી સબસિડી બાદ તેમણે આ માટે સેનેલાઈટ સોલર પ્રાઈવેટ લિમિટેડ કંપનીને 85 હજાર રૂપિયા ચૂકવ્યા હતા. પ્રોડક્ટ પર 5 વર્ષની એકસ્ટેન્ડેડ વોરંટી મળી. 1 જૂન 2020ના રોજ તોફાન દરમિયાન ધાબેથી 3 સોલર પેનલ પડી ગઈ અને ઈન્સ્ટોલેશનને નુકસાન પહોંચ્યું. જ્યારે કંપની તરફથી તેના સમારકામ માટે કર્મચારી મોકલાયા તો તે વખતે 3 વધુ પેનલોને નુકસાન પહોંચ્યું. કંપનીએ વોરંટી હેઠળ તેને રિપેર કરવાની ના પાડી દીધી.
આ મામલે પછી ગ્રાહક જાડેજા ભાવનગર ડિસ્ટ્રિક્ટર કનઝ્યૂમર ફોરમ પહોંચ્યા. આરોપ લગાવ્યો કે કંપનીએ ખરાબ ક્વોલિટીની પ્રોડક્ટ આપી હતી અને ઈન્સ્ટોલેશન પણ બરાબર કર્યું નહતું. આથી રિપેર કરવામાં આવે કે પછી વળતર આપવામાં આવે. જિલ્લા ઉપભોક્તા આયોગે તેમના પક્ષમાં નિર્ણય આપ્યો. આયોગે કંપનીને આદેશ આપ્યો કે નુકસાનના બદલામાં તેઓ જાડેજાને એક લાખ રૂપિયાનું વળતર આપે. આ દરમિાયન તેમણે જે માનસિક ઉત્પીડનનો સામનો કરવો પડ્યો તે બદલ 50 હજાર વધારાના ચૂકવવાનો પણ આદેશ આપ્યો. તદઉપરાંત કાનૂની ખર્ચા માટે 5 હજાર રૂપિયા વધુ ચૂકવવા જણાવ્યું.
RTI માં મોટો ખુલાસો! 88 હજાર કરોડની 500ની નોટો છપાઈ પણ RBI ને મળી જ નહીં, ક્યાં ગઈ?
ઝૂકતા હૈ તુફાન..ઝૂકાને વાલા ચાહીએ, વાવાઝોડાને પછાડવામાં આ ચીજે મહત્વનો ભાગ ભજવ્યો
રાહતના સમાચાર, વાવાઝોડું ડીપ ડિપ્રેશનમાં ફેરવાયું, 9 જિલ્લામાં વરસાદની આગાહી
જો કે અહીં મામલામાં એક મોટો વળાંક એ આવ્યો કે કંપનીએ જ્યારે ડિસ્ટ્રિક્ટ કન્ઝ્યૂમર ફોરમના આદેશને Gujarat State Consumer Disputes Redressal Commission માં પડકાર્યો તો તેણે જિલ્લા ફોરમના નિર્ણયને જ પલટી નાખ્યો. તેણે કહ્યું કે આ મામલે એવું નહતું કે સોલર પેનલ બરાબર કામ નહતી કરતી. જાડેજાએ તેનો કોઈ પુરાવો નથી આપ્યો કે તેમને જે સામાન આપવામાં આવ્યો હતો કે ખરાબ ગુણવત્તાવાળો હતો કે ઈન્સ્ટોલેશન પણ પરફેક્ટ નહતું. પ્રોડક્ટ વોરંટીમાં કુદરતી આફતોના કારણે થતું નુકસાન કવર થતું નથી. આયોગે કહ્યું કે કંપનીએ જે એક્સ્ટેન્ડેડ વોરંટી આપી હતી તે ફક્ત મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટ અને ઈન્સ્ટોલેશનમાં ગડબડીઓ સુધી સિમિત હતી. કોઈ પણ મેન્યુફેક્ચરર કુદરતી આફતોમાં પોતાના પ્રોડક્ટના પ્રભાવિત ન થવાની ગેરંટી આપી શકે નહીં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube