Sexual Harassment in the Workplace: કામકાજના સ્થળ પર મહિલાઓની સતામણીના કિસ્સાઓ સતત વધી રહ્યાં છે. ત્યારે એ જાણવું પણ જરૂરી છેકે, ગુજરાતમાં વર્ક પ્લેસ પર મહિલાઓની શું સ્થિતિ છે? શું મહિલાઓને તેમના ઉપરી દ્વારા કોઈકને કોઈક બહાને અડપલાં કરવામાં આવે છે? આ સવાલનો જવાબ તમને અહીં આપવામાં આવેલાં આંકડાઓ ઉપરથી લાગી જશે. વર્કપ્લેસ પર યૌનશોષણની વાત કરવામાં આવે તો દેશના કયા રાજ્યો સૌથી સુરક્ષિત છે તે વાત પણ સૌથી પહેલાં સામે આવે. એવામાં ગુજરાત રાજ્યનું નામ મોખરે છે. મહિલા સુરક્ષામાં ગુજરાત અવ્વલ નંબરે છે. રિપોર્ટ મુજબ  નોકરિયાત મહિલાઓ માટે ગુજરાત, દિલ્હી, પંજાબ સૌથી અસુરક્ષિત રાજ્ય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉલ્લેખનીય છેકે, વર્કપ્લેસ પર સતામણીની અત્યાર સુધીમાં દેશભરમાં લગભગ 70 લાખ ફરિયાદ મળી છે, જેમાં 45% ટોપ-3 રાજ્યમાં છે. કેન્દ્રીય મંત્રાલયનો રિપોર્ટ, હિન્દીભાષી રાજ્યોમાં વધુ ફરિયાદો જોવા મળી રહી છે. દેશમાં નોકરી કરતી મહિલાઓમાં વર્કપ્લેસ પર શોષણમાં દેશની રાજધાની દિલ્હી જ સૌથી ઉપર છે. અહીં ઓગસ્ટ 2022 સુધી કુલ 11.2 લાખ મહિલા ફરિયાદ નોંધાવી ચૂકી છે. આ યાદીમાં પંજાબ 10.53 લાખ ફરિયાદ સાથે બીજા અને ગુજરાત દસ લાખ ફરિયાદ સાથે ત્રીજા ક્રમે છે. મહિલા અને બાળવિકાસ મંત્રાલયના રિપોર્ટમાં આ આંકડા સામે આવ્યા છે.


ડેટા એનાલિસિસ ફર્મ પ્રમાણે, બીએસઈ-100 ઈન્ડેક્સની કંપનીઓમાં વર્ષ 2020-21ની તુલનામાં 2021-22માં વર્કપ્લેસ પર યૌનશોષણ સંબંધિત ફરિયાદ 595થી વધીને 759 થઇ ગઇ છે. 2019-20માં મી-ટૂ કેમ્પેઇનમાં આ ફરિયાદોની સંખ્યા 999 સુધી પહોંચી હતી. વર્કપ્લેસ પર યૌનશોષણને લઈને આ વર્ષે મેમાં આવેલા એક વાર્ષિક અહેવાલ પ્રમાણે, નોકરી કરતી 50%થી વધુ મહિલાઓએ ઓછામાં ઓછો એકવાર વર્કપ્લેસ પર યૌનશોષણનો સામનો કર્યો છે, પરંતુ તેમાંથી 55%એ ક્યારેય ફરિયાદ કરવાની હિંમત સુદ્ધાં નથી કરી.


અત્યાર સુધી 70.17 લાખ ફરિયાદો મળીઃ
દેશનાં વિવિધ રાજ્યમાં વર્કપ્લેસ પર યૌનશોષણની અત્યાર સુધી 70.17 લાખ ફરિયાદ મળી ચૂકી છે, જેમાંથી 31.17 લાખ એટલે કે આશરે 45% ફરિયાદ ગુજરાત, દિલ્હી અને પંજાબમાં મળી છે. બીજી તરફ, કેટલાંક એવાં પણ રાજ્ય છે જ્યાં ના બરાબર કે કોઈ ફરિયાદ નથી. તેમાં લક્ષદ્વીપ, પુડુચેરી, સિક્કિમ, ત્રિપુરા અને દાદરા નગર હવેલી સામેલ છે. ટોપ-100 કંપનીમાં એક વર્ષમાં 27% સુધી યૌનશોષણની ફરિયાદો વધી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube