Business News : ઘર-ઘરમાં જાણીતી ચા બ્રાન્ડ વાઘ-બકરી ચાના એક્ઝિ. ડિરેક્ટર પરાગ દેસાઈનું આકસ્મિક નિધનના સમાચાર સામે આવ્યા છે. બ્રેન હેમરેજને કારણે તેમનું આકસ્મિક નિધન થતા ગુજરાત ઉદ્યોગજગતમાં શોકની લાગણી છવાઈ છે. તેઓ લાંબા સમયથી સારવાર હેઠળ હતા. પરાગ દેસાઈ છેલ્લા કેટલાક સમયથી વાઘ બકરી ગ્રુપનો ચહેરો હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પરાગ દેસાઈ વાઘ બકરી ટી ગ્રુપમાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને 4થી પેઢીના ઉદ્યોગ સાહસિક હતા. તે લોંગ આઇલેન્ડ યુનિવર્સિટી (યુએસએ)માંથી MBA હતા અને 30 વર્ષથી વધુનો આંત્રપ્રિન્યોરશિપનો અનુભવ ધરાવતા હતા. તે એક તે ગ્રુપના આંતરરાષ્ટ્રીય વ્યાપાર, વેચાણ અને માર્કેટિંગનું નેતૃત્વ પણ કરતા હતા.


ગુજરાતમાં 2 દિવસમાં હાર્ટ એટેકથી 15 નાં મોત : ગરબામાં યુવકના મોતનો વીડિયો આવ્યો સામે


શું થયું હતું
પ્રાપ્ત માહિતી અનુસાર, ગત રવિવારે તેમની સાથે એક અકસ્માત થયો હતો. રવિવારે તેઓ તેમની પુત્રીને લેવા તેમના ઘરની બહાર નીકળ્યા હતા. તેમના પર શેરીના શ્વાનોએ હુમલો કર્યો હતો, જેના કારણે તેઓ જમીન પર પટકાતાં એમને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. પડી જવાના કારણે બ્રેઈન હેમરેજ થયું અને પરાગ દેસાઈને થલતેજની ઝાયડસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં તેઓ છેલ્લા અઠવાડિયાથી નિરીક્ષણ હેઠળ હતા.  


અંબાલાલ પટેલની આગાહી : શરદ પૂનમે ચંદ્ર સાથે આવા વાદળો દેખાશે તો આવશે વિનાશક વાવાઝોડુ


ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી
આ દુર્ઘટના સમયે પડી જવાથી તેને માથામાં ગંભીર ઈજા થઈ હતી. તેમને ઉતાવળે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જેઓને શેલ્બી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને અહીં તેમની સારવાર ચાલી રહી હતી. બાદમાં 24 કલાક બાદ તેની તબિયત બગડતાં તેને હેબતપુર રોડ પરની અન્ય ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.


ન્યૂયોર્કથી MBA કર્યું
પરાગ દેસાઈની ખાનગી હોસ્પિટલમાં તાત્કાલિક સર્જરી કરવામાં આવી હતી, પરંતુ કમનસીબે, દેસાઈની સ્વાસ્થ્ય સંબંધી મુશ્કેલીઓ જીવલેણ સાબિત થઈ હતી અને રવિવારે તેમનું અવસાન થયું હતું. પ્રખ્યાત ચા જૂથના ચોથી પેઢીના ઉદ્યોગસાહસિક દેસાઈએ અમેરિકાના ન્યૂયોર્કની લોંગ આઈલેન્ડ યુનિવર્સિટીમાંથી એમબીએ કર્યું છે.


પરાગ દેસાઈએ વાઘ બકરી ટી ગ્રુપના વેચાણ, માર્કેટિંગ અને નિકાસ વિભાગના વડા તરીકેની વૃદ્ધિમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. દેસાઈ માત્ર ચા પ્રત્યે જ શોખીન નહોતા, પરંતુ તેઓ સસ્ટેનેબિલિટી પ્રોજેક્ટ્સમાં પણ સક્રિયપણે સામેલ હતા અને તેઓ પ્રવાસ અને વન્યજીવનમાં રસ ધરાવતા હતા.