ગુજરાતમાં CNG ગેસના ભાવમાં કરાયો વધારો, આટલા રૂપિયા વધારે ચૂકવવા પડશે
CNG Price Hike : ગુજરાતની પ્રજા પર મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસ દ્વારા સીએનજીના ભાવમાં 1 રૂપિયાનો વધારો કરાયો, હવે મુસાફરો પર વધશે બોજો
Gujarat Gas CNG Price Hike : ગુજરાતની પ્રજા પર મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે. પેટ્રોલ, ડીઝલ, શાકભાજી, ખાદ્યતેલની સાથે સાથે અનેક જીવન જરૂરિયાતી વસ્તુઓના ભાવ વધી રહ્યાં છે. ત્યારે આ વચ્ચે સીએનજીના ભાવમાં વધારો થયો છે. ગુજરાત ગેસ કંપનીએ મોંઘવારી વચ્ચે સીએનજીના ભાવમાં વધારાની જાહેરાત કરી છે. કંપનીએ સીધો જ 1 રૂપિયાનો ભાવ વધારો કર્યો છે. તેના લીધે સીએનજી વાહન ચાલકો પર મોટો બોજો પડશે.
કેટલો ભાવ વધ્યો
પહેલાં સીએનજીનો પ્રતિ કિલો ભાવ 74.26 રૂપિયા હતો જે હવે વધીને 75.26 રૂપિયા પ્રતિ કિલો થયો છે.
આ ભાવ વધારાના લીધે સીએનજીના વાહનચાલકોના ગજવા પર ભારણ વધશે. ખાસ કરીને ગુજરાતભરમાં દોડતી રીક્ષાઓ પર બોજો વધશે. રીક્ષા ચાલકોની મુશ્કેલી વધશે. તો સાથે જ રીક્ષાના ભાડામાં પણ વધારો થશે, જેની અસર મુસાફરોના બજેટ પર પડશે.
એવી તો શું ઉતાવળ હતી પોલીસ! કોંગ્રેસના કાર્યકર્તાઓને સમય પહેલા કોર્ટમાં રજૂ કરાયા
ગુજરાતમાં ઈંધણ તરીકે સીએનજીનો ઉપયોગ કરતી ઓટો રીક્ષા, ફોર વ્હીલર સહિતના વાહનોની સંખ્યામાં સતત વધારો થઈ રહયો છે. ત્યારે આ તમામ વાહનચાલકો પર બોજો આવશે.
છેલ્લાં કેટલાંય સમયથી કોઈ અકળ કારણોસર રિક્ષા ચાલકોને યોગ્ય ભાડા મળી રહ્યાં નથી. ઓનલાઈન કંપનીઓ તરફથી મળી રહેલી સ્પર્ધા, મેટ્રોના કામકાજના લીધે રૂટ બદલાયા ઉપરાંત જાહેર બસોની સેવામાં ઉમેરો થતાં રિક્ષા ચાલકોની રોજગારી પર અસર પડી છે. દરમિયાન ગુજરાત ગેસ કંપનીએ સીએનજીની કિંમતોમાં વધારો ઝીંકતા રિક્ષા ચાલકોની મુશ્કેલીમાં વધારો થશે.
આ ઉપરાંત મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા નેચરલ ગેસના ભાવમાં વધારો કરાયો છે. ગુજરાત ગેસ કંપની દ્વારા ગેસના ભાવમાં વધારો કરાતા વેપારીઓને 42.61 ના ભાવથી મળતો ગેસ હવે 44.68 ના ભાવથી મળશે. ગુજરાત ગેસ કંપની દ્વારા વેપારીઓને અપાતા ગેસના ભાવમાં 2.07 પૈસાનો વધારો કરાયો છે.
હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ : આ જિલ્લાઓમાં આજે ભારે વરસાદની આગાહી, 15 જિલ્લા એલર્ટ