વાહનચાલકોને મોટો ફટકો, આજથી વધી ગયા CNG ગેસના ભાવ, આટલા રૂપિયા વધુ ચૂકવવા પડશે
Gujarat Gas CNG Price Hike : ગુજરાત ગેસ CNG ના ભાવમાં આજથી વધારો... જાણો કંપનીએ કેટલો ભાવ વધારો કર્યો... આજથી આટલા રૂપિયા વધારે ચૂકવવા પડશે
CNG price in Gujarat Today અમદાવાદ : ડિસેમ્બરની પહેલી તારીખ આવતા જ ગુજરાતની જનતા પર મોંઘવારીનો માર પડ્યો છે. ગુજરાતીઓના ફરી એકવાર ખિસ્સા ખાલી થવા જઈ રહ્યાં છે. કારણ કે, 1 ડિસેમ્બરે ગુજરાત ગેસના સીએનજીના ભાવમાં વધારાની જાહેરાત કરાઈ છે. કુલ દોઢ રૂપિયા જેટલો વધારો કરવામાં આવ્યો છે. નવો ભાવ વધારો આજથી અમલમાં રહેશે.
કેટલો ભાવ વધારાયો
ગુજરાત ગેસ તરફથી જાહેર કરાયેલા નોટિફિકેશનમાં જણાવ્યું કે, ગુજરાત ગેસના સીએનજીમાં આજથી 1.50 રૂપિયાનો વધારો કરાયો છે. આજથી સીએનજીનો ભાવ 77 રૂપિયા અને 76 પૈસાનો ભાવ રહેશે. જોકે, દેશના અન્ય રાજ્યો કરતા આ ભાવ વધારા પછી પણ ગુજરાતમાં સીએનજીનો ભાવ ઓછો છે.
[[{"fid":"614465","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"gujarat_gas_CNG_zee2.jpg","field_file_image_title_text[und][0][value]":"gujarat_gas_CNG_zee2.jpg"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"gujarat_gas_CNG_zee2.jpg","field_file_image_title_text[und][0][value]":"gujarat_gas_CNG_zee2.jpg"}},"link_text":false,"attributes":{"alt":"gujarat_gas_CNG_zee2.jpg","title":"gujarat_gas_CNG_zee2.jpg","class":"media-element file-default","data-delta":"1"}}]]