Adani Ports New MD: રિલાયન્સની જેમ અદાણી પણ હવે બીજી પેઢીને બિઝનેસમાં આગળ કરી રહ્યાં છે. રિલાયન્સમાં ઈશા અને આકાશે જેમ કંપનીમાં જવાબદારીઓ સંભાળી લીધી છે એમ હવે અદાણી ગ્રૂપ પણ આ જ રીતે આગળ વધી રહ્યું છે. અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ તેમની એક કંપનીમાં મોટો ફેરફાર કર્યો છે. કંપનીએ અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોનના મેનેજમેન્ટમાં મોટો ફેરફાર કર્યો છે. આ કંપનીમાં ગૌતમ અદાણીને એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, જ્યારે તેમના પુત્ર કરણ અદાણીને મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. અશ્વની ગુપ્તા અદાણી પોર્ટ્સના સીઈઓ રહેશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેમ સોંપાઈ કરણ અદાણીને જવાબદારી?
અમેરિકાની Purdue યુનિવર્સિટીમાંથી ઈકોનોમિક્સમાં સ્નાતક કરણ અદાણી ગૌતમ અદાણીના મોટા પુત્ર છે.  જેઓ 2009માં ફેમિલી બિઝનેસમાં જોડાયા હતા. કરણે મુંદ્રા પોટ્સ ખાતે ઓપરેશનની બારીકાઈઓ શીખીને અહીંથી જ કારકિર્દીની શરૂઆત કરી હતી. જે બાદ તેઓ અદાણી ગ્રુપમાં સ્ટ્રેટેજિક ડિપાર્ટમેન્ટની જવાબદારી સંભાળી રહ્યા છે. વર્ષ 2016માં તેમને અદાણી પોર્ટ્સના સીઈઓ નિયુક્ત કરવામાં આવ્યા હતા. હવે તેમને 2,36,0000 કરોડ રૂપિયાની કંપનીની જવાબદારી સોંપવામાં આવી છે.


અદાણીએ દીકરાને આપી મોટી જવાબદારી-
અદાણી પોર્ટ્સ ઉપરાંત, કરણ અદાણી સપ્ટેમ્બર 2022 થી ACC સિમેન્ટના ડિરેક્ટર પદની જવાબદારી નિભાવી રહ્યા છે. અદાણી પોર્ટની સાથે કરણ આહુજા સિમેન્ટના નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પણ છે. આ સિવાય તેઓ અદાણી ગ્રુપના એરપોર્ટ પ્રોજેક્ટની જવાબદારી પણ સંભાળે છે. જો સંપત્તિની વાત કરીએ તો કરણ અદાણીની નેટવર્થ 1.2 બિલિયન ડોલર છે.


કોણ છે અશ્વિની ગુપ્તા જેમને બનાવાયા છે CEO?
અશ્વિની ગુપ્તા અદાણી પોર્ટ્સના CEOની જવાબદારી સંભાળશે. આ પહેલાં તેઓ નિસાન મોટર્સમાં coo રહી ચૂક્યા છે. તેમણે નિસાન મોટર્સના જાપાન હેડક્વાર્ટરમાં ગ્લોબલ ચીફ ઓપરેટિંગ ઓફિસર તરીકે કામ કર્યું છે. તેમના નેતૃત્વ હેઠળ, નિસાન મોટર્સ $300 મિલિયનની ખોટથી $3 બિલિયનના  નફામાં પહોંચી ગઈ હતી. હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાંથી એડવાન્સ મેનેજમેન્ટ પ્રોગ્રામનો અભ્યાસ કરનાર અશ્વિની ગુપ્તા હવે અદાણી પોર્ટ્સને આગ વધારવાની જવાબદારી સંભાળશે. જેમાં કરણ અદાણીનો પૂરો સહયોગ રહેશે.