ઝી બ્યૂરો, અમદાવાદઃ કહેવાય છેકે, જ્યા જ્યા વસે ગુજરાતી ત્યાં સદા કાળ ગુજરાત. આજે ગુજરાતીઓ દેશ અને દુનિયાભરમાં પોતાનો ડંકો વગાડી રહ્યાં છે. વેપાર ધંધાની વાત કરીએ તો કંઈ પણ સેક્ટર હોય પણ એમાં ગુજરાતીઓનો દબદબો જોવા મળી રહ્યો છે. એમાંય અમદાવાદીઓ આ લીસ્ટમાં સૌથી અવ્વલ છે. ગૌતમ અદાણી હોય કે, પંકજ પટેલ હોય, સુધીર મહેતા હોય કે કરસનભાઈ પટેલ હોય ઉદ્યોગ જગતના આ તમામ માંધાતાઓ અમદાવાદના જ છે. ત્યારે ગુજરાતની સમૃદ્ધિનું રિપોર્ટ કાર્ડ પણ જાણવા જેવું છે. તેમાં કેટલો છે અમદાવાદનો ફાળો એ જાણીને તમે પણ ચોંકી જશો. છેલ્લાં પાંચ વર્ષમાં પ્રતિ વ્યક્તિ આવક 35 ટકા વધી છે. જ્યારે 60 લાખ કરોડના સોના-ચાંદી, 73 લાખ કરોડના જમીન-મકાન, 17 લાખ કરોડની કેસ એફડી છે ગુજરાતમાં. આ બધામાં અમદાવાદીઓ અવ્વલ છે. કઈ રીતે એ જાણવા માટે તમારી આ આર્ટિકલ વાંચવો પડશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વર્ષે 200 લાખ કરોડના ગુજરાતીઓઃ


  • શેર-મ્યુચ્યુઅલ ફંડ્સમાં 37 લાખ રોડ

  • કુલ માર્કેટકેપમાં હિસ્સો 10 ટકા

  • 10 વર્ષમાં 110 અબજોપતિ વધ્યાં

  • 1000 રેડની સંપત્તિ ધરાવતા 115 ગુજરાતી

  • 14 લોકો પાસે 10 હજાર કરોડથી લઈને 10 લાખ કરોડ સુધીની સંપત્તિ


ટોપ 10માં અમદાવાદીઃ
નામ                       સંપત્તિ
ગૌતમ અદાણી        5 લાખ કરોડ
સુધીર મહેતા            33700 કરોડ
સમીર મહેતા            33700 કરોડ
પંકજ પટેલ            54000 કરોડ
કરસનભાઈ પટેલ        50100 કરોડ
સંદીપ એન્જિનિયર        32400 કરોડ
ભદ્રેશ શાહ            22200 કરોડ
મધુકર પારેખ            29300 કરોડ
ચુડગર એન્ડ ફેમિલી        19600 કરોડ
સમીર પટેલ (વડોદરા)        13000 કરોડ


એક અમદાવાદી સામે બીજા બધા ફિક્કાઃ
ગુજરાતના ટોપ 10 બિલિયોનર્સની સંપત્તિની વાત કરવામાં આવે તો એ બધા પર પણ એક અમદાવાદી ભારે પડી રહ્યો છે. અહીં વાત થઈ રહી છે ગૌતમ અદાણીની. રાજ્યના કુલ 115 સૌથી ધનિકોની કુલ સંપત્તિ 21 લાખ કરોડથી વધુ છે. જેમાંથી 25 ટકા જેટલો હિસ્સો એટલેકે, સરેરાશ પાંચ લાખ કરોડથી વધુ એક માત્ર ગૌતમ અદાણી પાસે છે. જો આ યાદીમાં બીજા અમદાવાદીઓના નામ જોડવામાં આવે તો ગુજરાત નહીં પણ દેશના નામાંકિત ઉદ્યોગપતિઓમાં પણ અમદાવાદીઓ જ અવ્વલ સાબિત થશે.


ગુજરાતમાં સૌથી વધુ પૈસા અમદાવાદમાંઃ
ઉલ્લેખનીછેકે, 190 લાખ કરોડ રૂપિયામાંથી માત્ર 60 લાખ કરોડનું જ સોનું-ચાંદી છે. એમાંય જ્યારે શહેરો તરફ રુખ કરીએ ત્યારે આ યાદીમાં અમદાવાદનું નામ અવ્વલ છે. કુલ 190 લાખ કરોડમાં અમદાવાદનો હિસ્સો 66.50 લાખ કરોડ છે. આ રીતે આ યાદીમાં અમદાવાદ સૌથી ઉપર છે.


ગુજરાતના 115 ધનિકોમાં અમદાવાદીઓ આગળઃ
ગુજરાતમાં 1000 કરોડ કરતા વધુ સંપત્તિ ધરાવતા હોય તેવા અંદાજે 115 ધનકુબેરો છે. જેમાં મોટા મોટા ઈન્ડસ્ટ્રીયાલિસ્ટ અને ઉદ્યોગ સાહસિકોનો સમાવેશ થાય છે. આ યાદીમાં 50 ટકા નામો અમદાવાદીઓના જ છે.


ગુજરાતના બજેટ કરતા અમદાવાદીઓ પાસે અઢી ગણી સંપત્તિઃ
હુરુનના અહેવાલ પ્રમાણે ગુજરાતમાં 1000 કરોડ કરતા વધુ સંપત્તિ ધરાવતા 115 ધનિકો છે. જેમાંથી 50 ટકા લોકો અમદાવાદી છે. સુરત, વડોદરા, રાજકોટ સહિતના અન્ય શહેરોના ઉદ્યોગપતિઓ પણ ગુજરાતમાં સારી એવી કમાણી કરી રહ્યાં છે. પણ ગુજરાતના કુલ બજેટની સરખામણીએ અમદાવાદીઓ પાસે અઢી ગણી સંપત્તિ છે.


ગુજરાતમાં સૌથી વધુ અબજપતિઓ અમદાવાદમાંઃ
ગુજરાતમાં સૌથી વધારે અબજોપતિની યાદીમાં અમદાવાદનું નામ અવ્વલ રહેશે. ગુજરાતના કુલ 115 અબજોપતિમાંથી 55 લોકો અમદાવાદના છે. જ્યારે 27 લોકો સુરતના છે. વડોદરાના 13 લોકો છે. ગાંધીનગર, નવસારી, ભાવનગર અને વલસાડ જિલ્લાના ધનકુબેરોના નામો પણ આ યાદીમાં છે. ગુજરાતના કુલ 115 અબજપતિનો ઈનકમનો આંકડો 21 લાખ કરોડથી પણ વધારે છે. ગુજરાતના બજેટ કરતા આ ઉદ્યોગપતિઓની સંપત્તિ 5 ગણી વધારે હશે.


190 લાખ કરોડમાં કોનો કેટલો હિસ્સો?
હાલ ગુજરાતીઓ પાસે કુલ મળીને 190 લાખ કરોડ રૂપિયાની કુલ સંપત્તિ છે. જે આવતા વર્ષે વધીને 200 લાખ કરોડને પણ પાર થઈ જશે. આ સ્થિતિમાં અમદાવાદ બાદ બીજા શહેરોની સ્થિતિ ચકાસીએ તો 190 લાખ કરોડમાં સુરતનો હિસ્સો 15.20 લાખ કરોડ, વડોદરાનો હિસ્સો 13.30 લાખ કરોડ, રાજકોટનો હિસ્સો 9.50 લાખ કરોડ જ્યારે જામનગરનો હિસ્સો 2.70 લાખ કરોડ જેટલો છે. 


ગુજરતીઓ પાસે જે 190 લાખ કરોડ રૂપિયાનો અંદાજ છે તેમાંથી માત્ર 60 લાખ કરોડ રૂપિયાનું સોનું અને ચાંદી છે. જ્યારે 73 લાખ કરોડ રૂપિયાની જમીન તથા 17 લાખ કરોડ રૂપિયાની રોકડ અને એડી છે. છેલ્લા 5 વર્ષમાં ગુજરાતીઓની માથાદીઠ આવકમાં 35%નો વધારો થયો છે. ત્યારે ગુજરાતના જીપીમાં 10%નો વધારો થયો છે. ગુજરાતનું અર્થતંત્ર રૂ. 2 લાખ કરોડનું છે. આમાંથી 50% થી વધુ હિસ્સો ગુજરાતી ઉદ્યોગપતિઓ ધરાવે છે. ટેક્સટાઇલ, ડાયમંડ, ફાર્મા, કેનિકલ, શિમિક એગ્રીમાં પણ ગુજરાતીઓનો જવાબ નથી.