નેધરલેન્ડ સાથે મજબૂત આર્થિક સંબંધો માટે ગુજરાત તૈયારઃ વિજય રૂપાણી
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નેધરલેન્ડના બિઝનેસ પ્રતિનિધિમંડળને ઉષ્માભર્યો આવકાર આપતા જણાવ્યું હતું કે, ગુજરાત અને નેધરલેન્ડના મજબૂત આર્થિક સહયોગથી ગુજરાત રાજ્યના વિકાસને નવો વેગ મળશે. મુખ્યમંત્રીએ નેધરલેન્ડ સાથેના ભારતના સંબંધો ઐતિહાસિક રહ્યા છે તેમ જણાવી નેધરલેન્ડ દ્વારા પોર્ટ ડેવલપમેન્ટ, મેરીટાઇમ અને વોટર હાર્વેસ્ટિંગ ક્ષેત્રે કરાયેલા શ્રેષ્ઠ ઇનોવેટિવ કાર્યોની પ્રશંસા કરી હતી.
ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નેધરલેન્ડના બિઝનેસ પ્રતિનિધિમંડળને ઉષ્માભર્યો આવકાર આપતા જણાવ્યું હતું કે, ગુજરાત અને નેધરલેન્ડના મજબૂત આર્થિક સહયોગથી ગુજરાત રાજ્યના વિકાસને નવો વેગ મળશે. મુખ્યમંત્રીએ નેધરલેન્ડ સાથેના ભારતના સંબંધો ઐતિહાસિક રહ્યા છે તેમ જણાવી નેધરલેન્ડ દ્વારા પોર્ટ ડેવલપમેન્ટ, મેરીટાઇમ અને વોટર હાર્વેસ્ટિંગ ક્ષેત્રે કરાયેલા શ્રેષ્ઠ ઇનોવેટિવ કાર્યોની પ્રશંસા કરી હતી.
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2019ની તમામ અપડેટ જાણવા અહીં ક્લિક કરો
તેમણે રાજ્યમાં ખાસ કરીને પોર્ટ ડેવલપમેન્ટ, મેરીટાઇમ તેમજ ડ્રેનેજ જેવા ક્ષેત્રોમાં નેધરલેન્ડના સહયોગની સંભાવના દર્શાવી હતી. ધોલેરા સરના વિકાસ માટે તેમજ કલ્પસર યોજનાને સાકાર કરવા નેધરલેન્ડના પ્રતિનિધિમંડળને ટેકનોલોજીના સહયોગથી આગળ આવવા જણાવ્યું હતું.
ગુજરાત રાજ્યને ભારતનું ગ્રોથ એન્જિન ગણાવી ઉમેર્યું હતું કે ગુજરાતનો ઝડપી ઔદ્યોગિક વિકાસ, બિઝનેસ ફ્રેન્ડલી પોલીસી અને ભારત દેશનું વિશાળ માર્કેટ વૈશ્વિક કંપનીઓ માટે મૂડી રોકાણની શ્રેષ્ઠ તક પૂરી પાડે છે. મુખ્યમંત્રીશ્રીએ ભારત સ્થિત નેધરલેન્ડની કંપનીઓની પ્રગતિની પણ ખાસ નોંધ લીધી હતી. નેધરલેન્ડના ટેક્શેશન અને કસ્ટમ્સ મંત્રી મેન્નો સ્નેલ (Mr. Menno Snel) ના નેતૃત્વમાં આવેલા પ્રતિનિધિમંડળે ગુજરાતમાં મૂડીરોકાણની વિશાળ તકોની નોંધ લઇ, નેધરલેન્ડની કંપનીઓ કૃષિ, મેન્યુફેક્ચરિંગ તેમજ ઉર્જા જેવા ક્ષેત્રોમાં મૂડીરોકાણ માટે ઉત્સુક છે.
વાઈબ્રન્ટમાં વિદેશી મહેમાનો માટે લક્ઝુરીયસ ગાડીઓનો કાફલો, અધધધ... છે 1 દિવસનું ભાડું
મુખ્યમંત્રી સાથેની નેધરલેન્ડના બિઝનેસ ડેલિગેશનની આ ફળદાયી બેઠકમાં નેધરલેન્ડની જુદી જુદી કંપનીઓએ કૃષિ અને બાગાયત ક્ષેત્રે, તબીબી સુવિધા અંગે રાજ્યના સંલગ્ન વિભાગ સાથે તેમજ વેસ્ટ ટુ એનર્જી અને સ્માર્ટ સિટી માટે વડોદરા મહાનગરપાલિકા સાથે ઉપરાંત પવન ઊર્જા અને સૌર પેનલ ક્ષેત્રે રાજ્યના ઉર્જા વિભાગ સાથે સમજૂતી કરારો કર્યા હતા.