Gujarat ની આ કંપનીને મુકેશ અંબાણીએ આપ્યો મોટો ઓર્ડર, શેર ખરીદવા મચી લૂટ
Stock Market News: ગુજરાત ટૂલરૂમ લિમિટેડના શેર આજે કારોબાર દરમિયાન ફોકસમાં રહ્યાં હતા. કંપનીના શેરમાં આજે 5 ટકાની અપર સર્કિટ લાગી અને આ શેર 55.95 રૂપિયાના ઈન્ટ્રા ડે હાઈ પર પહોંચી ગયો છે.
Multibagger stock: ગુજરાત ટૂલરૂમ લિમિટેડનો સ્ટોક (Gujarat Toolroom share) આજે સોમવારે કારોબાર દરમિયાન ફોકસમાં હતો. કંપનીના શેરમાં આજે 5 ટકાની અપર સર્કિટ લાગી અને આ શેર 55.95 રૂપિયાના ઈન્ટ્રા ડે હાઈ પર પહોંચી ગયો છે. કંપનીના શેરમાં તેજી આવવા પાછળનું કારણ એક મોટો ઓર્ડર છે. હકીકતમાં ગુજરાત ટૂલરૂમ લિમિટેડને મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (RIL)થી ઓર્ડર મળ્યો છે. સ્મોલ-કેપ કંપનીએ ભારતીય શેર બજાર એક્સચેન્જોને આરઆઈએલ ઓર્ડર વિશે જાણકારી આપી છે. આ ઓર્ડરની કિંમત 29 કરોડ છે. ત્યારબાદ કંપનીના શેરમાં તેજી આવી છે.
શું છે વિગત?
સ્મોલ-કેપ કંપનીએ આરઆઈએલ ઓર્ડર વિશે ભારતીય એક્સચેન્જોને માહિતી આપતા કહ્યું- ગુજરાત ટૂલરૂમ લિમિટેડને આ જાહેરાત કરતા ખુશી થઈ રહી છે કે તેણે તાજેતરમાં કન્સ્ટ્રક્શન સપ્લાય માટે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડથી 290 મિલિયન (29 કરોડ) નો એક મહત્વપૂર્ણ ઓર્ડર મેળવ્યો છે. કંપનીને આશા છે કે આવનારા સપ્તાહમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડથી આવા અન્ય ઓર્ડર મળશે, જેનાથી બંને સંસ્થાઓ વચ્ચે ભાગીદારી વધુ મજબૂત થશે. આ સિવાય જીટીએલને આવનારા મહિનામાં વિવિધ ગ્રાહકોથી વધુ ઓર્ડર મળવાની આશા છે, જે કંપનીની આવક અને નફાના વધારામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.
આ પણ વાંચોઃ વિરાટ કોહલીએ દાવ લગાવ્યો તે કંપનીનો આવશે IPO, સેબીએ આપી મંજૂરી, જાણો વિગત
કંપનીના શેરની સ્થિતિ
ગુજરાત ટૂલરૂમ લિમિટેડ મલ્ટીબેગર સ્ટોકમાંથી એક છે, જેણે છેલ્લા કેટલાક વર્ષઓમાં પોતાના ઈન્વેસ્ટરોને મલ્ટીબેગર રિટર્ન આપ્યું છે. એક વર્ષમાં આ સ્મોલ-કેપ સ્ટોક બીએસઈ પર લગભગ 11.20 રૂપિયાથી વધી 55.95 રૂપિયા થઈ ગયો છે. તેનાથી તેના શેરધારકોને લગભગ 400 ટકા રિટર્ન મળ્યું છે. આ દરમિયાન તે લગભગ 24 ટકા વધ્યો બીએસઈની વેબસાઇટ પર ઉપલબ્ધ જાણકારી અનુસાર ગુજરાત ટૂલરૂમે સ્ટોક 6 માર્ચ 2023ના 1:10 ના અનુપાતમાં એક્સ-સ્પ્લિટ કારોબાર કર્યો. સ્ટોક સ્પ્લિટ થયાને લગભગ એક વર્ષ થઈ ગયું છે. એક મહિનામાં આ સ્ટોક 45 રૂપિયાથી 55.95 રૂપિયા પર પહોંચી ગયો છે. નોંધનીય છે કે ગુજરાત ટૂલરૂમ લિમિટેડ સિરિંજ મોલ્ડિંગ અને મોલ્ડનું નિર્માણ કરે છે.
નોંધઃ આ રોકાણની સલાહ નથી. માત્ર શેરના પરફોર્મંસ વિશે જાણકારી આપવામાં આવી છે. શેર બજારમાં રોકાણ કરતા પહેલા જોખમો વિશે જાણો.