નવી દિલ્હી: કોરોના વાયરસના લીધે ગુજરાતના વેપારને આંચકો લાગ્યો છે. ઘણા વેપારીઓએ પોતાનો ચીન પ્રવાસ રદ કર્યો છે. ચીનના શેજેંન શહેરમાં એક ભારતીય શિક્ષકની તેના પર અસર થઇ છે. આ શહેર ગુજરાત સાથે સંબંધ ધરાવે છે. આ શહેરે ગુજરાતમાં 2015માં સ્માર્ટ સિટી માટે 1400 કરોડના એમઓયૂ કર્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચીનના જે શેંજેન શહેરમાં ભારતીય શિક્ષક પ્રીતિ માહેશ્વરી કોરોનાનો શિકાર થયા છે, તે શહેરે 2015માં સ્માર્ટ સિટી માટે ગુજરાતમાં 1400 કરોડના એમઓયૂ કર્યા હતા. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ હતા. તેમણે પોતાના ચીન પ્રવાસ દરમિયાન આ કરાર કર્યો હતો. ચીનની જી શોફ્ટ અમદાવાદ અને ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્માર્ટ સિટી પ્રોજેક્ટ માટે કામ કરી રહી છે. 


કોરોના વાયરસના લીધે 5 શહેરોના વેપારીઓએ પોતાની ચીન યાત્રા સ્થગિત કરી દીધી છે. અમદાવાદ, સૂરત, અંકલેશ્વર સહિત રાજ્યના ઘણા શહેરોમાંથી કેમિકલ, ફાર્માસ્યૂટિકલ, એન્જીનિયરિંગના 500 વેપારીઓ રોજ ચીન જાય છે. હવે આ વેપારીઓ પોતાની યાત્રા સ્થગિત કરી રહ્યા છે.  


ભારત-ચીન વચ્ચે બિઝનેસમાં 80 ટકા વેપારી ગુજરાતના છે. ચીનના 5 શહેરો વુહાન, હુઆનગેંગ, એજોઉ, ઝિઝિયાંગ અને ક્વિનઝિયાંગમાં આવવા-જવામાં પ્રતિબંધ છે. ફ્લાઇટ્સ રદ કરી દીધી છે. બસો બંધ છે, સબ વે પણ બંધ કરી દેવામાં આવ્યા છે. મંદીમાંથી પસાર થઇ રહેલા દેશ માટે હવે કોરોના વાયરસની અસર જોવા મળી રહી છે. 


એપ્રિલ 2020માં શાંઘાઇમાં ઇન્ટરડાઇ-ટ્રેડ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં સ્ટોલનું બુકિંગ કરાવનાર વેપારીઓએ ચીન પ્રવાસ રદ કરી દીધો છે. અમદાવાદના 125 વેપારીઓ સહિત 150એ પોતાની બુકિંગ રદ કરાવી દીધી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube