મુંબઈ : દેશના લગભગ 50 ટકા એટીએમ માર્ચ 2019 સુધી બંધ થઈ શકે છે. તેમાં શહેરી અને ગ્રામીણ બંને ક્ષેત્રના એટીએમ સામેલ છે. એટીએમ ઈન્ડસ્ટ્રીઝની સંસ્થા ધ કોન્ફિડરેશન ઓફ એટીએમ ઈન્ડસ્ટ્રીઝ  (CATMi)ની એક રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે. રિપોર્ટ મુજબ, એટીએમ સેવા આપનારી કંપનીઓ માર્ચ 2019 સુધી અંદાજે 1.13 લાખ એટીએમ બંધ કરવા પડી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાલ દેશમાં લગભગ 2 લાખ 38 હજાર એટીએમ કાર્યરત છે, જેમાંથી 1 લાખ ઓફ સાઈટ એટીએમ અને 15 હજાર વ્હાઈટ લેબલ એટીએમ છે. CATMiના જણાવ્યા અનુસાર, તેને ચલાવવા આર્થિક હિતમાં નથી. સંસ્થાના પ્રવક્તાએ કહ્યું કે, જો આવું થાય છે તો, જે લોકો એટીએમથી સબસીડી કાઢે છે, સરકારની જનધન યોજનાને ધક્કો લાગી શકે છે. તેનાથી નોટબંધી જેવો માહોલ બની શકે છે. 


શું છે કારણ 
CATMiના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, હાલમાં જ એટીએમના હાર્ડવેર અને સોફ્ટવેર અપગ્રેડને લઈને જે કાયદા આવ્યા છે, તેમના પાલન કરવાથી એટીએમ ચલાવવા મુશ્કેલ બની જશે. કેશ મેનેજમેન્ટના નિયમો અને કેશ લોડિંગને લઈને પણ નિયમો જાહેર કરાયા છે. એટીએમ કંપનીઓ, બ્રાઉન લેબલ અને વ્હાઈટ લેબલ એટીએમ પ્રદાતા પહેલેથી જ નોટબંધી જેવો માહોલ થઈ શકે છે.


પ્રવક્તાના કહેવા અનુસાર, જો બેંક આ બોજો નહિ ઉઠાવી શકે, તો એટીએમ સર્વિસ આપતી કંપનીઓ એટીએમનો ખર્ચ વધુ હોવાને કારણે તેને બંધ કરી દેશે. જેનાથી આ ઈન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા અનેક લોકોને પોતાની નોકરીમાંથી હાથ ધોવા પડી શકે છે.