નવી દિલ્હીઃ હર ઘર તિરંગા અભિયાન વિશે તો તમે સાંભળ્યું હશે. તેવામાં તમે તમારા ઘર પર રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવા ઈચ્છો છો પરંતુતમે તે જાણતા નથી કે તમે ક્યાંથી તિરંગો ખરીદશો તો આ સમાચાર તમારા માટે છે. ઈન્ડિયા પોસ્ટ ઓફિસ રાષ્ટ્રીય ધ્વજને ખુબ ઓછી કિંમતે ઉપલબ્ધ કરાવી રહી છે. સૌથી સારી વાત છે કે તમારે તમારી નજીકની પોસ્ટ ઓફિસમાં પણ જવાની જરૂર નથી. તમે તેને ઓનલાઇન ઓર્ડર કરી શકો છો. ત્યારબાદ ધ્વજ તમારા ઘરે પહોંચી જશે. તમારે કોઈ પ્રકારનો ડિલિવરી ચાર્જ આપવો પડશે નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નોંધનીય છે કે 75માં સ્વતંત્રતા દિવસ પહેલા, પીએમ મોદીએ ભારતીયોને હર ઘર તિરંગા અભિયાન હેઠળ 13 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી પોતાના ઘરો પર ધ્વજ ફરકાવવાનો આગ્રહ કર્યો છે. હર ઘર તિરંગા યાત્રાને પ્રોત્સાહન આપવા માટે ભારતીય પોસ્ટ ઓફિસ રાષ્ટ્રીય ધ્વજને માત્ર 25 રૂપિયામાં ઉપલબ્ધ કરાવી રહી છે. આ ધ્વજનો આકાર 20 x 30 ઇંચ છે. તમે એકવારમાં વધુમાં વધુ 5 ધ્વજ ઓર્ડર કરી શકશે. તમારે કોઈપણ પ્રકારનો ડિલિવરી ચાર્જ આપવો પડશે નહીં. તો આવો જાણીએ તમે કઈ રીતે રાષ્ટ્રીય ધ્વજનો ઓર્ડર કરી શકો છો. 


આ પણ વાંચોઃ આ કંપનીમાં કામ કરવા માટે થઈ રહી છે પડાપડી, મિનિમમ 63 લાખ પગાર, ગમે ત્યાંથી કરો કામ


આ રીતે ઓર્ડર કરો રાષ્ટ્રીય ધ્વજ
- ઈપોસ્ટ ઓફિસની વેબસાઇટ epostoffice.gov.in પર જાવ.
- પછી તમે ઓપન પ્રોડક્ટ્સ પર જઈ શકો છો
- જ્યારે તમે પ્રોડક્ટ્સ પર ક્લિક કરો છો તો તમને સૌથી પહેલા ભારતનો રાષ્ટ્રીય ધ્વજ જોવા મળશે.
- ત્યારબાદ તમે કાર્ટમાં તેને એડ કરો
- ધ્વજ ખરીદતા પહેલા તમારે પોતાનું એકાઉન્ટ રજીસ્ટર કરવું પડશે. કે પછી તમે ગેસ્ટ તરીકે પણ લોગઇન કરી શકો છો. 
- પછી તમારો મોબાઇલ નંબર એન્ટર કરવો પડશે.
- ત્યારબાદ તમને એક ઓટીપી મળશે.
- ઓટીટી સબમિટ કરો અને પછી એક નવી વિન્ડો ખુલશે.
જ્યાં તમારે નામ, સરનામુ અને ઈમેલ આઈડી ભરવું પડશે.
- એન્ડ્રેસ બાદ તમારે પેમેન્ટ કરવું પડશે.
- ત્યારબાદ રાષ્ટ્રીય ધ્વજ 15 ઓગસ્ટ પહેલા તમારી ઘરે પહોંચી જશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube