LPG Gas Cylinder QR Code: જો તમારી પાસે પણ ઘરેલુ ગેસ સિલિન્ડરનું કનેક્શન હોય તો આ ખબર તમારા ખુબ કામની છે. આ સમાચાર વાંચીને તમે ખુશીથી ઉછળી પડશો. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ(IOCL) તરફથી QR કોડ બેસ્ડ સિલિન્ડર લોન્ચ કરવામાં આવ્યા છે. તેનાથી તમે સિલિન્ડરને ટ્રેક કરી શકશો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એલપીજી સિલિન્ડર ટ્રેક કરી શકાશે
ઈન્ડિયન ઓઈલ(IOCL) ના ચેરમેન શ્રીકાંત જાધવે જણાવ્યું કે આગામી ત્રણ મહિનામાં તમામ ઘરેલુ ગેસ સિલિન્ડરમાં ક્યુઆર કોડ હશે. વર્લ્ડ એલપીજી વીકના અવસરે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ કહ્યું કે આ એક ક્રાંતિકારી ફેરફાર છે કારણ કે ગ્રાહકો એલપીજી સિલિન્ડરને ટ્રેક કરી શકશે. 


વેલ્ડ કરાશે QR કોડ
તેમણે જણાવ્યું કે QR કોડ દ્વારા ગ્રાહકો સિલિન્ડર વિશે સંપૂર્ણ જાણકારી મેળવી શકશે. એટલે કે સિલિન્ડરને ક્યાં રિફિલિંગ કરાયું છે અને સિલિન્ડર સંલગ્ન શું સેફ્ટી ટેસ્ટ કરાયા છે. QR કોડને હાલના સિલિન્ડર પર લેબલના માધ્યમથી ચિપકાવવામાં આવશે. જ્યારે નવા સિલિન્ડર પર તેને વેલ્ડ કરવામાં આવશે. 


QR કોડ એમ્બેડેડ 20 હજાર એલપીજી સિલિન્ડર
યુનિક કોડ બેસ્ડ ટ્રેક હેઠળ પહેલા ફેઝમાં ક્યુઆર કોડ સાથે એમ્બેડેડ 20 હજાર એલપીજી સિલિન્ડર જારી કરાયા છે. અત્રે જણાવવાનું કે આ એક પ્રકારનો બાર કોડ છે જેને ડિજિટલ ડિવાઈસ દ્વારા રીડ કરી શકાય છે. પુરીએ કહ્યું કે આગામી ત્રણ મહિનામાં તમામ 14.2 કિલોગ્રામના ઘરેલુ એલપીજી સિલિન્ડર પર  ક્યુઆર કોડ લગાવવામાં આવશે. 


આ Video પણ ખાસ જુઓ...


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube