Bonus Share: હાર્ડવિન ઈન્ડિયા લિમિટેડના શેર (Hardwyn India Ltd) ગુરૂવારે પાછલા બંધ સ્તરથી 1.48 ટકા ઘટી 36.54 રૂપિયા પ્રતિ શેર પર આવી ગયા હતા. સ્ટોકની 52 સપ્તાહનું હાઈ સ્તર 51.77 રૂપિયા છે અને તેનું 52 વિકનું નીચલું સ્તર 26.10 રૂપિયા છે. કંપનીએ 2:5 ના રેશિયોમાં બોનસ શેરની જાહેરાત કરી છે. એટલે કે તમારી પાસે રેકોર્ડ ડેટ સુધી કંપનીના 5 શેર હશે તો તમને 2 શેર ફ્રી મળશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કંપનીનો કારોબાર
બીએસઈ અને એનએસઈ બંને પર લિસ્ટેડ હાર્ડવિન ઈન્ડિયા લિમિટેડ કોમર્શિયલ એન્ડ રેસિડેન્શિયલ સ્ટ્રક્ચર માટે આર્કિટેક્ચર હાર્ડવેર અને ગ્લાસ ફિટિંગના નિર્માણમાં સક્રિય છે. કંપનીનું માર્કેટ કેપ 1255.97 કરોડ રૂપિયા છે. સ્ટોકે 3 વર્ષમાં 800 ટકાનું મલ્ટીબેગર રિટર્ન આપ્યું અને લિસ્ટિંગ બાદથી 7100 ટકાનું રિટર્ન આપ્યું છે. 


આ પણ વાંચોઃ સોનું 5000 રૂપિયા સસ્તું થઈ ગયું? 15 દિવસમાં જબરદસ્ત તૂટ્યું સોનું, જાણો લેટેસ્ટ રેટ


સપ્ટેમ્બર ક્વાર્ટરના પરિણામ
ત્રિમાસિક પરિણામો મુજબ, Q2FY24 ની તુલનામાં Q2FY25 માં શુદ્ધ વેચાણ 62 ટકા વધીને રૂ. 51.65 કરોડ અને ચોખ્ખો નફો 201 ટકા વધીને 4.04 કરોડ થયો છે. તેના અર્ધવાર્ષિક પરિણામોમાં, ચોખ્ખો વેચાણ 35 ટકા વધીને રૂ. 92.57 કરોડ અને ચોખ્ખો નફો 108 ટકા વધીને રૂ. 5.38 કરોડ થયો છે.


બોનસ શેર શું છે?
શેરધારકો બોનસ શેર એક નક્કી રેશોયિમાં જારી કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે માની લો કોઈ કંપની  3:1 ના રેશિયોમાં બોનસ શેર જારી કરે છે. તેનો મતલબ છે કે તમારા પોતાના પોર્ટફોલિયોમાં દરેક 1 શેર માટે 3 શેર પ્રાપ્ત થશે. તેથી જો તમારી પાસે કંપનીના 100 શેર છે તો તમને 300 શેર મળશે.