PM Modi achievement in Indian Economy: મોદી સરકારની સફળતાના આઠ વર્ષ પુરા થઈ ગયા છે તે દરમિયાન પીએમ મોદીએ ભારતીય અર્થવ્યવસ્થાને સુધારવા માટે અનેક મોટા નિર્ણયો લીધા છે. પહેલા કોરોના મહામારી અને પછી યુક્રેન-રશિયાના યુદ્ધના કારણે અર્થવ્યવસ્થા પર ખરાબ અસર પડી હતી, જેણા કારણે લોકોને મોંઘવારીનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ હવે મોદી સરકાર ધીમે ધીમે તેમાં સુધારો કરી રહી છે.


ભારતીય અર્થવ્યવસ્થામાં કયા ફેરફારો?
હર્ષ ગોએન્કાની યાદી જણાવે છે કે ભારતનો જીડીપી રેન્ક 2014માં 10થી વધીને હાલમાં 4 પર પહોંચી ગયો છે. તેની સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે વૈશ્વિક જીડીપી શેર અને વૈશ્વિક વેપાર શેરમાં વધારો થયો છે. વૈશ્વિક જીડીપીમાં ભારતનો હિસ્સો વધીને 3.2 ટકા થયો છે, જે 2014માં 2.6 ટકા હતો. જ્યારે, વૈશ્વિક ટ્રેડ શેર વધીને 2.2 ટકા થઈ ગયો છે, જે 2014માં 2 ટકા હતો.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube