નવી દિલ્હીઃ ભારતનું શેર બજાર એકવાર ફરી મોટા સ્કેમની ઝપેટમાં આવી શકે છે. આ દાવો દેશના દિગ્ગજ કારોબારી હર્ષ ગોયનકાએ કર્યો છે. ગોયનકા પ્રમાણે શેર બજારમાં હર્ષદ મેહતા અને કેતન પારેખના સમયની ગડબડી જોવા મળી રહી છે. આ સાથે તેમણે શેર બજારને રેગ્યુલેટ કરનારી સંસ્થા સેબી સિવાય નાણા મંત્રાલય પાસે દખલની માંગ કરી છે. નોંધનીય છે કે હર્ષ ગોયનકા આરપીજી સમુહના ચેરમેન છે. આ ગ્રુપ ઈન્ફ્રા, ઓટોમોટિવ, આઈટી સિવાય ફાર્મા, એનર્જી સહિત અન્ય સેક્ટરમાં સક્રિય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શેર બજાર પર શું બોલ્યા હર્ષ ગોયનકા
કારોબારી હર્ષ ગોયનકાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ એક્સ પર શેર બજારમાં સ્કેમના ડરનો ઉલ્લેખ કર્યો. તેમણે લખ્યું- શેર બજારની તેજી વચ્ચે હર્ષદ મેહતા અને કેતન પારેખના સમયની ગડબડીઓ પરત આવી ગઈ છે. કોલકત્તાનો ઉલ્લેખ કરતા ગોયનકાએ દાવો કર્યો કે પ્રમોટર્સ, ગુજરાતી-મારવાડી બ્રોકર્સની સાથે સાંઠગાંઠ કરી પોતાના સ્ટોકની કિંમતોને વધારી અવાસ્તવિક સ્તર પર લઈ જઈ રહ્યાં છે. આ સાથે ગોયનકાએ સેબી અને નાણા મંત્રાલયના હસ્તક્ષેપની માંગ કરી છે. તેમણે કહ્યું કે નાના ઈન્વેસ્ટરોને નુકસાન થતાં પહેલા સેબી અને નાણા મંત્રાલયે આ પ્રકારના મામલાની તપાસ કરવી જોઈએ. 


Q4 આ દિગ્ગજ કંપનીને થયો જોરદાર લાભ, ચોખ્ખો નફો 127% વધ્યો, 100% ડિવિડેન્ડની જાહેરાત


કેતન પારેખ અને હર્ષદ મેહતા સ્કેમ
કેતન પારેખ, હર્ષદ મેહતાને ભારતીય શેર બજારના બે ચર્ચિત સ્કેમ તરીકે ઓળખવામાં આવે છે. આ કારણે શેર બજારમાં કડાકો થયો અને નાના ઈન્વેસ્ટરોને નુકસાન થયું હતું. આ બંને સ્કેમને કારણે ન માત્ર સેબીએ નિયમોમાં ફેરફાર કરવો પડ્યો પરંતુ રિઝર્વ બેન્ક અને નાણા મંત્રાલયે પણ નિયમોમાં ફેરફાર કર્યો હતો.