ચંડીગઢ: હરિયાણા સરકારે છઠ્ઠા વેચન કમિશન અંતર્ગત પૂર્વ સંશોધિત પગાર સ્કેલ મેળવનાર રાજ્ય સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં 6 ટકાનો વધારો કર્યો છે. વધારા બાદ મોઘવારી ભથ્થું મુળ વેતનના 142 ટકાથી વધીને 148 ટકા કરી દેવામાં આવ્યો છે. આ વધારો 1 જુલાઇ 2018થી કરવામાં આવ્યો છે. નાણા મંત્રી કેપ્ટન અભિમન્યુ દ્વારા રજૂ કરાયેલ સત્તાવાર પ્રકાશનના અનુસાર મોઘવારી ભથ્થામાં આ વધારાથી સરકારી ખજાના પર મહિને 12 કરોડ રૂપિયા ભાર પડશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં વધારો થયો હતો
આ પહેલા હરિયાણા સરકારે રાજ્ય સરકારના પેન્શનરો અને પારિવારીક પેન્શનરો માટે મોઘવારી રાહત ભથ્થામાં બે ટકાનો વધારો કરવાની જાહેરાત કરી હતી, જે 1 જુલાઇ 2018થી લાગુ કરવામાં આવ્યું હતું. આ રીતે કેન્દ્ર સરકારના કર્મચારીઓના અનુરૂપ રાજ્ય કર્મચારીઓ માટે પણ મોઘવારી ભથ્થામાં હાલમાં 7 ટકાથી વધારી 9 ટકા કરવામાં આવ્યો છે. આ વધારાના કારણે નાણાકિય વર્ષ 2018-19માં રાજ્ય સરકારના ખજાના પર 92.64 કરોડ રૂપિયાનો વધારાનો ભાર પડ્યો હતો.


યૂપી સરકારે પણ વધાર્યો હતો મોંઘવારી ભથ્થું
બીજી બાજુ પાછલા થોડા દિવસોમાં ઉત્તર પ્રદેશ સરકારે કેન્દ્રીય કર્મચારીઓ બરાબર રાજ્યના કર્મચારીઓને 1 જુલાઇ 2018થી વાધારવામાં આવેલા મોઘવારી ભથ્થા અને 2017-18 માટે 30 દિવસ બોનસ આપવાનો નિર્ણય કર્યો હતો. રાજ્ય સરકારની તરફથી આપવામાં આવેલી જાણકારીમાં જણાવ્યું હતું કે રાજ્યના કર્મચારીઓ અને સહાયિત શિક્ષણ અને તકનીકી શિક્ષણ સંસ્થાઓ, શહેરી સ્થાનિક સંસ્થાઓ અને કાર્યવાહી કરાયેલા કર્મચારીઓને 1 જુલાઇ 2018થી વધારવામાં આવેલા મોંધવારી ભથ્થું આપવામાં આવે તેનો નિર્ણય લેવામાં આવ્યો હતો.


આ પહેલા મોદી સરકારે પણ કેન્દ્રીય કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો કરવાનો જાહેરાત કરી હતી. મોંધવારી ભથ્થામાં થયેલા વધારાને 1 જુલાઇ 2018થી લાગુ કરી દેવામાં આવ્યું હતું.


બિઝનેસનના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...