Ration Card Apply: ગરીબોની મદદ માટે સરકાર તરફથી ઘણી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. આ યોજનાઓ દ્વારા સરકાર તરફથી ગરીબોનું કલ્યાણ કરવામાં આવે છે અને તેમનું હિત જોવામાં આવે છે. ત્યારે સરકાર તરફથી તેના માટે પણ પ્રબંધ કરવામાં આવે છે કે કોઈપણ નાગરિક દેશમાં ભૂખ્યું ના રહે અને તેને ગુજરાન ચલાવવા માટે અનાજ મળે. આ ક્રમમાં સરકાર તરફથી રાશન કાર્ડ જાહેર કરવામાં આવ્યું છે. રાશન કાર્ડની મદદથી સરકાર ગરીબોને મફત અથવા નજીવી કિંમત પર રાશન આપવામાં આવે છે. જોકે, ઘણી વખત લોકોને રાશન લેવામાં મુશ્કેલીનો સામનો પણ કરવો પડી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાશન આપવાની ના પાડે છે
ઘણી વખત રાશન કાર્ડ હોવા છતા પણ રાશન ડીલર રાશન કાર્ડ હોલ્ડરને રાશન આપવાની ના પાડે છે. એવામાં રાશન કાર્ડ હોલ્ડરને ઘણી સમસ્યાનો સામનો પણ કરવો પડી શકે છે. જોકે, સરકાર તરફથી આ માટે પણ નક્કર વ્યવસ્થા કરવામાં આવી છે. જો કોઈ ડીલર રાશન આપવાની ના પાડે તો તેની ફરિયાદ થઈ શકે છે.


આ પણ વાંચો:- વર્લ્ડકપ માટે આ દિવસે રવાના થશે ટીમ ઇન્ડિયા, 4 ખેલાડીનો ખર્ચ ઉઠાવશે BCCI


કરી શકો છો ફરિયાદ
જો રાશન કાર્ડ હોવા છતાં યોગ્ય લોકોને રાશન નથી મળી રહ્યું તો તેની ફરિયાદ ઓનલાઈન કરી શકાય છે. રાજ્યની સંબંધિત વેબસાઈટ પર જઈ અથવા ઇમેલ દ્વારા તેની ફરિયાદ કરવામાં આવી શકે છે. જ્યારે પણ તમે ફરિયાદ કરશો તો તેના માટે રાશન કાર્ડ નંબરની સાથે રાશન ડેપોની પણ જાણકારી આપવી પડશે.


આ પણ વાંચો:- 'કચા બદામ'વાળાને પણ પછાડે એવા છે આ કાકા, જુઓ નમકીન વેચવાની ગજબ સ્ટાઈલનો વીડિયો


ફરિયાદના ઘણા છે માધ્યમ
આ ઉપરાંત સંબંધિત રાજ્ય સરકારો પર અલગ-અલગ ઇમેલ આઇડી પણ હશે. જ્યાં તમે ઇમેલ કરી રાશન ન મળવાની ફરિયાદ કરી શકો છો. ત્યારે રાજ્યની રાશન કાર્ડ સાથે જોડાયેલી વેબસાઈટ પર જઈ ટોલ ફ્રી નંબર પર કોલ કરીને પણ ફરિયાદ કરી શકો છો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube