મુંબઈ: પ્રવાસ ખર્ચ માટેની તથા ઈનવોઈસ મેનેજમેન્ટ સોલ્યુશન્સની વિશ્વની અગ્રણી બ્રાન્ડ સેપ કોનકર તથા ભારતની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની બેંક એચડીએફસી બેંક અને વિશ્વની અગ્રણી પેમેન્ટ ટેકનોલોજી કંપની માસ્ટર કાર્ડે આજે એક વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત કરી છે, જેની મારફતે ભારતની દરેક કંપનીઓ જે રીતે ચૂકવણી કરી રહી છે તેમાં નવેસરથી વિચારણા કરી, સુસંગત બનાવી કંપનીના ખર્ચનું વ્યવસ્થાપન કરશે. આ સુગમતામાં સહાયરૂપ થવા એચડીએફસી બેંક બિઝનેસ ટ્રાવેલર્સ માટે એક કોર્પોરેટ ક્રેડિટ કાર્ડ ઓફર કરીને બિઝનેસ ટ્રીપ દરમ્યાન પેમેન્ટ અને ખર્ચના મેનેજમેન્ટ માટે એક ઉપાય પૂરો પાડી રહી છે. આ કોર્પોરેટ ક્રેડિટ કાર્ડમાં બિઝનેસ સંબંધિ તમામ ખર્ચનું સેપ કોનકર ઓફરીંગમાં સંકલન કરવામાં આવ્યું છે અને તેની મારફતે કર્મચારીઓનો અનુભવ વધારવા, દ્રશ્યતામાં સુધારો કરવા અને કોર્પોરેટ કાર્યક્ષમતામાં સુધારો કરવાનું શક્ય બનશે. આ કાર્ડને માસ્ટરકાર્ડનો સહયોગ પ્રાપ્ત થયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એચડીએફસી બેંકના કન્ટ્રી હેડ, પેમેન્ટ બિઝનેસ એન્ડ માર્કેટીંગ પરાગ રાવે જણાવ્યું હતું કે “ભારત ક્રેડિટ કાર્ડ ઈસ્યુ કરનાર સૌથી મોટો દેશ હોવાથી દરેક ભારતીય માટે ખાસ ડિઝાઈન કરાયેલા ચોક્કસ પ્રકારના કાર્ડ માટે અમે પ્રયત્નશીલ છીએ. આજે અમે સેપ કોન્કર સોલ્યુશન સાથે ભાગીદારી દ્વારા કોર્પોરેટ અને બિઝનેસ ટ્રાવેલર્સ માટે આવશ્યક યોજના રજૂ કરી રહ્યા છીએ. આ કાર્ડ મારફતે કોર્પોરેટ કોનકર એક્સપેન્સના મેનેજમેન્ટ સોલ્યુશન સાથે સંકલન વડે કેશલેસ  ચૂકવણી દ્વારા ઉત્તમ બિઝનેસ ટ્રાવેલરનો અનુભવ મેળવી શકશે. કંપનીઓ તેની મારફતે બહેતર સૂઝ અને નિયંત્રણ વડે નિયમનલક્ષી અને કર પાલનની આ સોલ્યુશન મારફતે ખાત્રી રાખી શકશે. સેપ કોનકર સોલ્યુશનની સાથે મળીને અમે ભારતીય કંપનીઓના બિઝનેસ ટ્રાવેલને રિઈનવેન્ટ કરવાનો ઉદ્દેશ ધરાવીએ છીએ.”


“નવા કોર્પોરેટ કાર્ડ સોલ્યુશન્સથી પ્રવાસીઓને સુગમતા અને છેતરપિંડી સામે વધુ રક્ષણ તથા ઈનબિલ્ટ પ્રોપાયટરી ટુલ્સને કારણે એકંદરે ચોકસાઈપૂર્ણ નાણાંકિય રિપોર્ટીંગ વડે ખર્ચમાં વધુ બચત શક્ય બનાવવામાં સહાય કરશે.” સાઉથ એશિયા માસ્ટરકાર્ડના ડિવીઝન પ્રેસિડેન્ટ પોરુષ સિંઘે આ પ્રમાણે જણાવ્યું હતું.


સેપ કોનકર સોલ્યુશન્સ કંપનીઓને બીજા નંબરની સૌથી મોટી નિયંત્રણપાત્ર બાબત ફાયનાન્સિયલ સ્ટેટમેન્ટમાં કાર્યક્ષમતાપૂર્વક તેમનો પ્રવાસ અને મનોરંજનનો ખર્ચ મેનેજ કરવામાં સહાય કરે છે. સેપ કોન્કર મોબાઈલ એપ્પ પ્રવાસીઓને તેમના પ્રવાસ અને ખર્ચાઓનું સંચાલન કરવામાં સ્માર્ટ ફોન અને ટેબ્લેટના ઉપયોગથી સહાય કરે છે. બિઝનેસ ટ્રાવેલર્સ આસાનીથી તેમનો પ્રવાસ બુક કરી શકશે, ત્વરીત ખર્ચ ફાઈલ કરી શકશે અને વધારાનું બોનસ અને રિવોર્ડ પોઈન્ટસ તથા ટ્રીપ ક્રેડીટસ એકત્ર કરવાનો લાભ પ્રાપ્ત કરી શકશે.


એચડીએફસી બેંક અને સેપ કોનકર સોલ્યુશન્સ કોર્પોરેટ પ્રોગ્રામ કે જેને માસ્ટરકાર્ડની શક્તિ પ્રાપ્ત થઈ રહી છે તેના વર્ગમાં ઉત્તમ રિવોર્ડ પોઈન્ટસ, કોમ્પલીમેન્ટરી ટ્રાવેલ, ઈન્સ્યોરન્સ કવરેજ, કોમ્પલીમેન્ટરી લૉન્જ એક્સપેન્સ, ગ્લોબલ વાઈ-ફાઈ એક્સેસ અને કોર્પોરેટ લાયાબિલીટી વેઈવર ઈન્સ્યોરન્સ (સીએલડબલ્યુઆઈ) ઉપલબ્ધ કરશે. આ બધા અનોખા લાભની સાથે સાથે આ સોલ્યુશન કેશલેસ પેમેન્ટ વડે વધુ બહેતર અનુભવ પૂરો પાડે છે.  ખર્ચને ઈલેક્ટ્રોનિક કાર્ડ ફીડઝ મારફતે ટ્રેક કરી શકાય છે અને ક્ષતિઓના નિવારણની સાથે સાથે હંમેશા વિઝીબીલીટી પ્રાપ્ત થાય છે.


બિઝનેસ ટ્રાવેલર્સ નીચે મુજબના પડકારોનો સામનો કરી રહ્યા છેઃ
સેપ કોનકરના તાજેતરમાં કરાયેલા સર્વેક્ષણમાં 500 ભારતીય બિઝનેસ ટ્રાવેલર્સમાં નીચે મુજબની બાબતો જોવા મળી હતીઃ
1.31 ટકા વ્યક્તિઓ બિઝનેસ ટ્રીપ પછી બિઝનેસની કામગીરીના વ્યસ્ત સમયની વચ્ચે ખર્ચનો રિપોર્ટ ફાઈલ કરવામાં તાણ અનુભવે છે.
2.બિઝનેસ ટ્રાવેલના ખર્ચના મેનેજમેન્ટમાં હાલ જે ઊણપ જણાય છે તે અંગે સર્વેક્ષણમાં જણાવવામાં આવ્યું છે કે 32 ટકા કર્મચારીઓએ તેમના રૂ.7000 થી વધુ વ્યક્તિગત નાણાં પ્રવાસ સંબંધિ બિઝનેસ ખર્ચમાં ગૂમાવ્યા છે અને તે પરત મેળવી શકાયા નથી.


માસ્ટરકાર્ડની શક્તિ ધરાવતો એચડીએફસી બેંક અને  સેપ કોનકર સોલ્યુશન્સ કોર્પોરેટ પ્રોગ્રામ 
એચડીએફસી બેંક અને સેપ કોનકર સોલ્યુશન્સે વાપરનારના આવા પડકારોને ધ્યાનમાં રાખીને આ ઓફર ડિઝાઈન કરી છે, જેના કારણે બિઝનેસ ટ્રાવેલર્સ તાણ મુક્ત અને પ્રોડક્ટીવ ટ્રીપને માણવાની ખાત્રી રાખી શકશે.


આ પાર્ટનરશીપથી મળશે આ લાભ
1.અપફ્રન્ટ  વિઝીબીલિટી અને ખર્ચમાં નિયંત્રણઃ
કર્મચારી દ્વારા ખર્ચ કરવામાં આવતા તમામ બિઝનેસ ખર્ચાઓ કોનકર એક્સપેન્સમાં એ રીતે ગોઠવવામાં આવ્યા છે કે ઝડપથી ક્લેમ મળી શકે. જે ખર્ચા થાય તેને ઈલેક્ટ્રોનિક કાર્ડ ફીડ મારફતે ટ્રેક કરી શકાશે. ક્ષતિઓ નાબૂદ થશે અને તમામ સમયે વિઝીબિલીટીમાં વધારો થશે. ક્લેમ સુપરત કરવાની, પ્રોસેસ  કરવાની અને સંસ્થાની નીતિઓ મુજબ પાલન કરીને પરત ચૂકવણીની પ્રક્રિયા આસાન બનશે.


2.કેશલેસ ચૂકવણી અને ક્લેમની ડીજીટલ પ્રોસેસઃ સાથે રોકડ રકમ રાખવાની ઓછામાં ઓછી જરૂરિયાત રહે છે અને કર્મચારીને નાણાં પરત મેળવવામાં કાર્યક્ષમતા અને ચોકસાઈ પ્રાપ્ત થાય છે.


3.પાર્ટનર એપ્પસનું સંકલનઃ બિઝનેસ માટે ઉબેર, બુકીંગડોટકોમ, એર બી એન બી, હિલ્ટન અને અન્ય પાર્ટનર્સ સાથેની પાર્ટનરશીપનો લાભ મેળવીને તેની સાથે જોડાયેલી વ્યવસ્થાઓનો લાભ મેળવી શકાશે.


4.ગ્લોબલ વાઈ-ફાઈઃ તમામ એરપોર્ટસ, ફ્લાઈટસ અને રેસ્ટોરન્ટસ ખાતે કોમ્પલીમેન્ટરી વાઈ-ફાઈ સર્વિસ મળશે, જે પ્રવાસીઓને રોમીંગ ફીની ચૂકવણી અંગે ચિંતા કર્યા વગર કનેક્ટેડ રાખશે, બિન સલામત જોડાણો અથવા કોન્ફીગરીંગ સિમ્સ અંગેની ચિંતા દૂર કરશે.


5.કોમ્પલીમેન્ટરી લૉન્જ પ્રોગ્રામઃ ઈન્ટરનેશનલ અને ડોમેસ્ટીક એરપોર્ટસ ઉપર કેટલીક લૉન્જ વિઝીટ કોમ્પલીમેન્ટરી મળી શકશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube