નવી દિલ્હી: જો તમારી પાસે એચડીએફસી (HDFC) બેંકનું ક્રેડિટ કાર્ડ/ડેબિટ કાર્ડ છે તો આ સમાચાર તમારા માટે છે. થોડા દિવસો પહેલાં તમે ક્રિપ્ટોકરન્સી વિશે ખૂબ સમાચાર વાંચ્યા છે. સરકારે પણ કોઇ છેતરપિંડીથી બચવા માટે  બિટકોઇનને ગેરકાયદેસ જાહેર કરી દીધી છે. હવે એચડીએફસી બેંકના ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ ધારકો બિટકોઇનની ખરીદી કરી શકશે નહી. એટલું જ નહી બેંકના પ્રીપ્રેડ કાર્ડના માધ્યમથી પણ ક્રિપ્ટો કરન્સીની ખરીદી કરી શકાશે નહી.   


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઇ-મેલના માધ્યમથી આપવામાં આવી જાણકારી
ક્રિપ્ટોકરન્સી ઉપરાંત બેંકે એચડીએફસી દ્વારા ઇશ્યૂ કરવામાં આવેલા પ્રીપેડ કાર્ડના માધ્યમથી પણ કોઇપણ પ્રકારની વર્ચુઅલ કરન્સી ખરીદવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ જાણકારી બેંકે ગ્રાહકોને એક ઇ-મેલના માધ્યમથી આપી છે. બેંક દ્વારા ઇશ્યૂ કરવામાંન આવેલા ઇ-મેલમાં કહેવામાં આવ્યું છે કે આરબીઆઇ પણ દેશવાસીઓને ક્રિપ્ટોકરન્સીના ઇકોનોમિક, ઓપરેશનલ, લીગલ અને સિક્યોરિટીના જોખમ વિશે સચેત કરવામાં આવ્યા છે. 


સિટી બેંકે પણ લગાવ્યો હતો પ્રતિબંધ
ઇ-મેલમાં કહેવામાં આવ્યું છે કે બિટકોઇન અને અન્ય ક્રિપ્ટોકરન્સીને લઇને દુનિયાભરમાં આશંકાઓ વધી રહી છે. તેને ધ્યાનમાં રાખતાં બેંકના ક્રેડિટ, ડેબિટ અને પ્રીપેડ કાર્ડ દ્વારા બિટકોઇન અને અન્ય વર્ચુઅલ કરન્સીની ટ્રેડિંગ પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો છે. તમને જણાવી દઇએ કે આ પહેલાં સિટી બેંકે પણ કાર્ડના માધ્યમથી ક્રિપ્ટોકરન્સીની લે-વેચ પર પ્રતિબંધ લગાવ્યો હતો. 


એસબીઆઇએ કર્યા હતા સચેત
અત્રે ઉલ્લેખનીય છે કે બેંક ઓફ અમેરિકા પણ ક્રિપ્ટોકરન્સીની ખરીદી પર પહેલાં જ પ્રતિબંધ લગાવી ચૂક્યો છે. દેશની સૌથી મોટી સરકારી બેંક SBI એ પણ ક્રિપ્ટોકરન્સીને લઇને ગ્રાહકોને સચેત કર્યા હતા. આ પહેલાં નાણામંત્રી અરૂણ જેટલી પણ સદનમાં કહી ચૂક્યા છે કે ક્રિપ્ટોકરન્સી ભારતમાં ગેરકાયદેસર છે. નાણામંત્રીએ જણાવ્યું હતું કે 2013-17 સુધી ભારતીય રિઝર્વ બેંક (RBI) અને સરકારનું વલણ સ્પષ્ટ છે રહ્યું છે કે બિટકોઇન જેવી ક્રિપ્ટોકરન્સી ભારતમાં કાયદેસર મુદ્રા નથી.