HDFC Bank એલર્ટ: 1 એપ્રિલથી કરી શકશો નહી આ કામ, સેલરી અને પેમેન્ટમાં થઇ શકે છે સમસ્યા
HDFC Bank NEFT Transfer: દેશની ખાનગી સેક્ટરની સૌથી મોટી બેંક એચડીએફસી (HDFC Bank) એ પોતાના ખાતાધારકોને એલર્ટ કર્યું છે. બેંકે પોતાના ખાતાધારકોને ફોન અને ઇમેલ દ્વારા જરૂરી જાણકારી મોકલી છે. બેંક તરફથી મોકલવામાં આવેલા ઇમેલ અનુસાર 1 એપ્રિલના રોજ બેંકની NEFT ટ્રાંજેક્શનની સુવિધા મળી શકશે નહી.
HDFC Bank Alert: દેશની ખાનગી સેક્ટરની સૌથી મોટી બેંક એચડીએફસી (HDFC Bank) એ પોતાના ખાતાધારકોને એલર્ટ કર્યા છે. બેંકે પોતાના ખાતાધારકોએ ફોન અને ઇમેલ દ્વારા જરૂરી જાણકારી મોકલી છે. બેંક તરફથી મોકલવામાં આવેલા ઇમેલના અનુસાર 1 એપ્રિલના રોજ બેંકની NEFT ટ્રાંજેક્શનની સુવિધા મળી શકશે નહી. એચડીએફસી બેંક (HDFC Bank) તરફથી મળતી માહિતી અનુસાર 1 એપ્રિલ, 2024ના રોજ NEFT (નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાંસફર) ટ્રાંજેક્શનની સુવિધા ઉપલબ્ધ રહેશે નહીં. જોકે નાણાકીય વર્ષ 2023-24 31મી માર્ચે સમાપ્ત થઈ રહ્યું છે. નાણાકીય વર્ષના અંત સાથે સંબંધિત કાર્યવાહીને કારણે 1 એપ્રિલે NEFT ટ્રાન્સફરમાં વિલંબ થઈ શકે છે.
કલ્પના કરો...! ભારતમાં 50 વર્ષ પછી કેવી દેખાશે AC, AI બતાવી ભવિષ્યની ઝલક
ખૂબ જ કામના છે Gmail ના આ 5 હીડન ફીચર્સ, દરેક યૂઝર્સને હોવી જોઇએ જાણકારી
1લી એપ્રિલે એચડીએફસી બેંક વડે ટ્રાંજેક્શનમાં થશે સમસ્યા
જો તમારી પાસે ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેંક HDFC બેંકમાં બેંક ખાતું છે, તો તમને 1 એપ્રિલે વ્યવહારોમાં કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. નવા નાણાકીય વર્ષના પ્રથમ દિવસને કારણે બેંકની NEFT સેવા બંધ રહેશે અથવા તેને સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. બેંકે કહ્યું છે કે નાણાકીય વર્ષના અંત સાથે સંબંધિત પ્રક્રિયાઓને કારણે NEFT ટ્રાન્ઝેક્શન સેવામાં વિક્ષેપ આવી શકે છે.
Good News! એપ્રિલમાં પલટાઇ જશે વૃષભ-સિંહ રાશિવાળાઓની કિસ્મત, દરરોજ વધશે બેંક બેલેન્સ
Automatic SUVs: 10 લાખથી સસ્તી 5 બેસ્ટ ઓટોમેટિક એસયૂવી, Tata અને Hyundai જેવા ઓપ્શન
1લી એપ્રિલે પગાર અને લેવડ-દેવડમાં આવશે સમસ્યા
જો તમને એચડીએફસીમાં તમારો પગાર મળે છે તો તમને 1લી એપ્રિલે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. NEFT દ્વારા પૈસા મોકલવામાં મુશ્કેલી આવી શકે છે. જોકે NEFT સુવિધા બેંકના કેટલાક પસંદગીના ગ્રાહકો માટે ઉપલબ્ધ હશે, પરંતુ તેમાં પણ વિલંબ અથવા સમસ્યાઓ આવી શકે છે. એટલું જ નહીં, જો તમારો પગાર HDFCમાં આવે છે તો તેમાં વિલંબ પણ થઈ શકે છે. જો તમે 1 એપ્રિલના રોજ NEFT ટ્રાન્સફર દ્વારા પગાર અથવા અન્ય ચુકવણીઓ મેળવો છો, તો તેમાં પણ વિલંબ થઈ શકે છે. એવામાં બેંકે ગ્રાહકોને NEFTની જગ્યાએ IMPS, RTGS અને UPI દ્વારા પૈસાની લેવડદેવડ કરવાની સલાહ આપી છે. જો તમને આ અંગે કોઈ મદદની જરૂર હોય અથવા કોઈ સમસ્યા હોય, તો તમે 1800 1600/1800 2600 પર બેંકની ગ્રાહક સપોર્ટ ટીમનો સંપર્ક કરી શકો છો.
કરોડપતિ બનવું હોય તો અપનાવો 15x15x15 ની ફોર્મ્યૂલા, રોજ કરો માત્ર 500 રૂ.નું રોકાણ
GT vs SRH: ગુજરાત સામે હૈદરાબાદનો પડકાર, આવી હોઇ શકે છે બંને ટીમોની પ્લેઇંગ 11
1 એપ્રિલે બેંક બંધ
1 એપ્રિલથી નવા નાણાકીય વર્ષની શરૂઆત થઇ રહી છે. નાણાકીય વર્ષના પ્રથમ દિવસે બધી બેંક ખુલ્લી રહેશે નહી. આરબીઆઇની ગાઇડલાઇન અનુસાર ઇયર એકાઉન્ટસ ક્લોઝિંગના લીધે ઘણા રાજ્યોમાં બેંકોને બંધ રાખવામાં આવી છે. આરબીઆઇના નોટિફિકેશન અનુસાર ચંદીગઢ, સિક્કિમ, બંગાળ, હિમાચલ પ્રદેશન અને મેઘાલયને છોડીને દેશના બાકી રાજ્યોમાં બેંક બંધ રહેશે. તો બીજી તરફ 1 એપ્રિલના રોજ આરબીઆઇની ઓફિસમાં જઇને 2000 રૂપિયાની નોટો બદલવની સુવિધા પણ નહી મળે.
મોટી સીટવાળા ફેમિલી ઇલેક્ટ્રિક સ્કૂટરની લોન્ચ ડેટ આવી નજીક, 999 રૂપિયામાં કરાવો બુક
Neechbhang Rajyog 2024: મીન રાશિમાં બનશે નીચ ભંગ રાજયોગ, થશે તગડો લાભ, આ રાશિઓના બગડશે કામ