નવી દિલ્હી : HDFC બેંકના ગ્રાહકો માટે મોટા સમાચાર છે. કાલે એટલે કે 3 ઓગષ્ટે HDFC બેંકનો મોબાઇલ એપ બંધ થઇ જશે. એચડીએફસી બેંક સુરક્ષાને ધ્યાને રાખીને પોતાની સંપૂર્ણ સિસ્ટમ અપડેટ કરી રહી છે. ત્યાર બાદ એચડીએફસી બેંક સુરક્ષાને ધ્યાને રાખી પોતાની સંપુર્ણ સિસ્ટમને અપડેટ કરી રહી છે. હાલનાં એપ દ્વારા થનાર કામ પણ નહી કરી શકે. HDFC તરફથી મળતી માહિતી અનુસાર સુરક્ષાના કારણોથી બેંક પોતાનાં એપને અપડેટ કરી રહ્યું છે. આ વખતે મોટા સ્તર પર એકને સુરક્ષીત બનાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે. એવામાં જો કોઇ યુઝરની પાસે હાલનું એપ છે જે અપડેટ થઇ શક્યું નથી. આ વખતે મોટા સ્તર પર એપને સુરક્ષીત બનાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે. એવામાં જો કોઇ યુઝર પાસે હાલનું એપ છે તો તે 3 ઓગષ્ટ બાધ બંધ થઇ જશે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

HDFCબેંકે યુઝર્સને મેસેજ મોકલવાનું શરૂ કર્યું
એચડીએફસી બેંક પોતાના ગ્રાહકોને મેસેજ મોકલીને તે અંગે માહિતી આપી રહ્યું છે. બેંકના મેસેજ અનુસાર જો ગ્રાહક 2 ઓગષ્ટ સુધી પોતાનું એચડીએફસી મોબાઇલ બેંકિંગ એપ અપડેટ નહી કરે તો 2 તારીખની રાત્રે 12 વાગ્યા બાદ એપ કામ કરવાનું બંધ કરી દેશે. તેનો અર્થ છે કે 3 ઓગષ્ટે તમે જુના એપ થકી કોઇ પણ બેંક કે વ્યક્તિ સાથે વ્યવહાર કરી શકશો નહી. 



એપને ચાલુ રાખવા માટે શું કરશો
ગૂગલ પ્લે સ્ટોર પર જઇને જ્યારે તમે આ એપને ડાઉનલોડ કરશો તો યુઝર્સને What’s New સેક્શનમાં આ એલર્ટ દેખાશે જો તમે એપને સુવિધાપુર્વક ઉપયોગ કરવા માંગો છો તે 2 ઓગષ્ટ સુધી એપને અપડેટ કરી દો. જો એવું નહી કરો તે 3 ઓગષ્ટથી જુની એપ કામ કરવાનું બંધ કરી દેશે. એચડીએફસી બેંકે અપડેટ એપમાં ઘણા નવા ફીચર એડ કર્યા છે. ઓનલાઇન લેવડ દેવડ અનુસાર તેને સુરક્ષીત બનાવવા માટે બેંકે વધારે મજબુત બનાવ્યું. 


 



બેંકે ટ્વીટ કરીને માહિતી આપી
HDFC બેંકે પોતાનાં અધિકારીક ટ્વીટર એકાઉન્ટ પર આ અંગે માહિતી આપી છે. એવામાં જો તમે પણ એચડીએફસીનો મોબાઇલ એપ વપરી રહ્યા છો તે તેને 2 ઓગષ્ટ એટલે કે આજે રાત સુધીમાં અપડેટ કરી દો. તમને 3 ઓગષ્ટથી મોબાઇલ દ્વારા એપ થકી કોઇ પણ લેવડ દેવડ કરવામાં સમસ્યા નહી નડે.