HDFC Bank ની ખેડૂત માટે ખાસ વ્યવસ્થા, એક ફોન પર મળશે બેકિંગ સુવિધાઓ
ખાનગી ક્ષેત્રની બેન્ક HDFC Bank એ ખેડૂતોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખતાં ‘Har Gaon Hamara Toll-free Number’ લોન્ચ કરી છે. આ સ્કીમ હેઠળ ખેડૂતો માટે એક ખાસ ભેટ ટોલ ફ્રી નંબર જાહેર કર્યો છે. આ નંબર દ્વારા ખેડૂતોને વિવિધ પ્રકારની ફાઇનાન્શિયલ સર્વિસ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
નવી દિલ્હી: ખાનગી ક્ષેત્રની બેન્ક HDFC Bank એ ખેડૂતોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખતાં ‘Har Gaon Hamara Toll-free Number’ લોન્ચ કરી છે. આ સ્કીમ હેઠળ ખેડૂતો માટે એક ખાસ ભેટ ટોલ ફ્રી નંબર જાહેર કર્યો છે. આ નંબર દ્વારા ખેડૂતોને વિવિધ પ્રકારની ફાઇનાન્શિયલ સર્વિસ ઉપલબ્ધ કરાવવામાં આવશે. HDFC Bank Ltd એ સોમવારે 06 જાન્યુઆરી Interactive Voice Response (IVR) ટોલ ફ્રી (toll-free number) (1800 120 9655) જાહેર કર્યો છે. આ નંબર પર ફોન કરતાં ખેડૂતોને પોતાની કૃષિ જરૂરિયાતો માટે દરેક પ્રકારની નાણાકીય સુવિધાઓ મળી શકશે.
આ પ્રકારે કામ કરશે આ ટોલ ફ્રી નંબર
ખેડૂતોને પોતાની કોઇપણ પ્રકારની બેન્કીંગ જરૂરિયાતો માટે HDFC Bank ના ટોલ ફ્રી નંબર 1800 120 9655 પર ફોન કરવો પડશે. આ વિશે ખેડૂતોને પોતના વિસ્તારનો પિન કોડ નંબર (PIN code number) નાખવો પડશે. આ પ્રક્રિયા બાદ ખેડૂતની નજીકની HDFC Bank ની બ્રાંચનો કોઇ પ્રતિનિધિ ખેડૂત સુધી પહોંચશે અને તેની બેન્કીંગ જરૂરિયાતોને પુરી કરવાનો પ્રયત્ન કરશે.
બેન્ક ચલાવી રહ્યું છે આ અભિયાન
બેન્ક અથવા સ્કીમ Har Gaon Hamara અભિયાન હેઠળ ચાલી રહ્યું છે. તેના હેઠળ જ્યાં ગામ અને નાની જગ્યાએ લોકોને બેન્કના ફાઇનાન્શિયલ (financial), ડિજિટલ (digital products) અને સોશિયલ સિક્યોરિટી સ્કીમ (social security schemes) વિશે જણાવવું અને તેનો ફાયદો પહોંચાડવાનું છે. બેન્ક દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર દેશની બે તૃતિયાંશ વસ્તી ગામડાંમાં રહે છે. અત્યાર સુધી ગામડામાં રહેતા લોકોને બેન્કીંગ સેવાઓને પુરો ફાયદો મળી રહ્યો નથી. HDFC Bank પોતના આ ટોલ ફ્રી નંબર દ્વારા ગામડામાં લોકો સુધી પોતાની સ્કીમોનો ફાયદો પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
ખેડૂતોના ઘર પર મળશે સુવિધાઓ
HDFC Bank ના Rural Banking Group ના Business Head – Mr. Rajinder Babbar ના અનુસાર બેન્કનો પ્રયત્ન છે કે ખેડૂતોને તેમના ઘરે જ બેન્કીંગ સુવિધાઓનો ફાયદો આપી શકાય. તેને ધ્યાનમાં રાખતાં બેન્કે આ ટોલ ફ્રી નંબર શરૂ કર્યો છે. આ સુવિધાઓ હેઠળ બેન્કમાં હાલ દરેક રૂલર ફાઇનાન્શિયલ પ્રોડક્ટ અને સેવાઓને ખેડૂતો સુધી પહોંચાડવામાં આવશે. બેન્કને આશા છે કે આ પ્રયત્નથી બેન્ક અને ખેડૂત બંનેને ફાયદો મળશે.
આ સ્કીમોનો મળશે ફાયદો
બેન્ક દ્વારા ખેડૂત્ને કૃષિ સાથે સંકળાયેલા કામો જેમ કે Dairy, Poultry, Pisciculture, અને Sericulture માટે સરળ માટે સરળતાથી લોન મળી શકશે. તો બીજી તરફ ખેડૂતોનું સેવિંગ એકાઉન્ટ, ફિક્સ ડિપોઝિટ અને અન્ય પ્રકારની લોનની જરૂરિયાતોને પણ પુરો ફાયદો મળી શકશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube