નવી દિલ્હી: યુરોમની પ્રાઇવેટ બેંકિંગ એન્ડ વેલ્થ મેનેજમેન્ટ સરવે 2022માં એચડીએફસી બેંકને ફરી એકવાર ભારતમાં શ્રેષ્ઠ કાર્ય દેખાવ કરવા બદલ માન્યતા પ્રાપ્ત થઈ છે. એચડીએફસી બેંકને માસ/સુપર એફ્લુએન્ટ ક્લાયેન્ટ્સ (US$100Kથી US$5m સુધી) માટેની નેટ-વર્થ સંબંધિત સેવાઓની કેટેગરીમાં ભારતની શ્રેષ્ઠ ખાનગી બેંકિંગ સેવા તરીકે પસંદ કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિશ્વની વેલ્થ મેનેજમેન્ટ ઇન્ડસ્ટ્રી માટેનો અગ્રણી સીમાચિહ્ન ગણાતો આ ખાનગી બેંકો અને વેલ્થમેનેજમેન્ટનો વૈશ્વિક સરવે પ્રદેશવાર અને સેવાના ક્ષેત્રો મુજબ ખાનગી બેંકિંગમાં શ્રેષ્ઠ સેવાની ગુણાત્મક સમીક્ષા પૂરી પાડે છે. તેમાં વિવિધ 13 પ્રોડક્ટ અને ક્લાયેન્ટની કેટેગરીઓને આવરી લેવામાં આવી છે.


આ સરવે સમગ્ર વિશ્વના ખાનગી બેંકરો અને વેલ્થ મેનેજરો તરફથી પ્રાપ્ત થયેલા ઇનપૂટ પર આધારિત છે, જેઓ તેમના ઘરેલું માર્કેટમાં કઈ કંપનીઓ સ્પર્ધક છે, તેની જાણકારી ધરાવે છે. વર્ષ 2022 એ યુરોમની પ્રાઇવેટ બેંકિંગ એન્ડ વેલ્થ મેનેજમેન્ટ સરવેનું 19મું વર્ષ છે. આ વર્ષે  યુરોમનીએ 2,058 જેટલી માન્ય પ્રતિક્રિયાઓ એકઠી કરી હતી.