ભૂવનેશ્વર (ઓડિશા):  એચડીએફસી બેંકે આજે જાહેરાત કરી છે કે તે ફેની વાવાઝોડાનો ભોગ બનેલી ઓડીશાની 20 સરકારી શાળાઓનું પુનઃસ્થાપન અને સમારકામ કરશે. આ પ્રયાસનો ઉદ્દેશ વાવાઝોડાનો ભોગ બનેલા ખુર્દા, પુરી અને કટક જીલ્લાઓની શાળાઓના અસરગ્રસ્ત વિદ્યાર્થીઓ માટે પરિસ્થિતિ સામાન્ય બનાવવાનો છે. પુનઃસ્થાપનના આયોજનમાં શાળા સંકુલોનું સમારકામ અને નવિનીકરણ તથા સ્વચ્છતા સુવિધાઓની પુનઃસ્થાપના કરવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

20 શાળાઓ નક્કી કરવા માટે રાજ્ય સરકાર સાથે અને બેંકના સ્થાનિક એનજીઓ પાર્ટનર્સ સાથે પરામર્શ કરાશે કે જેથી સ્થળ ઉપર કામગીરી હાથ ધરવામાં સહાય થાય. એક માનવતાવાદી કદમ તરીક બેંક પણ ઓડીશાના મુખ્ય પ્રધાનના રાહત ભંડોળમાં પણ રૂ.10 કરોડનું દાન કર્યું છે. એચડીએફસી બેંકનો #પરિવર્તન પ્રોગ્રામ તમામ પ્રકારના સામાજીક પ્રયાસો હાથ ધરવા માટેની મધ્યસ્થ સંસ્થા છે. બેંક તેની મારફતે  સમાજમાં સમગ્રપણે લાંબા ગાળાના અને ટકાઉ પરિવર્તનમાં યોગદાન આપી રહી છે. આ ઉપરાંત એચડીએફસી બેંક દિવસ- રાત કામ કરીને બેંકીંગ સર્વિસીસને સામાન્ય બનાવવા માટે પ્રયાસ કરી રહી છે. 


વધુમાં ગ્રાહકોની તકલીફો નિવારવા માટે બેંકે ક્રેડિટ કાર્ડની મોડી ચૂકવણી ઉપરાંત ઈએમઆઈ, પર્સનલ લોન, બિઝનેસ લોન, ઓટો લોન, ટુ વ્હિલર લોન, ખેત ધિરાણો, બિઝનેસ બેંકીંગ વર્કિંગ કેપિટલ અને વપરાશી ચીજો પર આપેલા ધિરાણોમાં મે માસની મોડી પડેલી ચૂકવણી ઉપર પેનલ્ટી જતી કરવાનો નિર્ણય કર્યો છે. આ ધિરાણોની ચૂકવણીમાં ચેક બાઉન્સ થવાના કારણે લેવાતો ચાર્જ પણ જતો કરવામાં આવ્યો છે. બેંકે મુખ્ય પ્રધાનના ડિઝાસ્ટર ભંડોળમાં સહાય કરવા માટેના પગલાં પણ હાથ ધર્યા છે.


એચડીએફસી બેંકના ગ્રુપ હેડ-સીએસઆર આશિમા ભટ્ટ જણાવે છે કે “ અમે આફતના સમયે ઓડીશાના લોકોની પડખે ઉભા રહ્યા છીએ અને એ દ્વારા લોકોના જીવનમાં નાનું પરિવર્તન લાવી રહ્યા છીએ. ઝડપથી પરિસ્થિતિ સામાન્ય બને  એ માટે અમે પ્રાર્થના કરવાનું ચાલુ રાખીશું.” આ પ્રસંગે વાત કરતાં એચડીએફસી બેંકના બ્રાન્ચ બેંકીંગ હેડ- સંદિપ કુમારે જણાવ્યુ હતું કે “એચડીએફસી બેંક ખાતે અમે જ્યાં કામ કરીએ છીએ તે સમુદાયોને કશુંક પરત આપવામાં માનીએ છીએ. આ પ્રયાસ દ્વારા ઓડીશાનું પુનઃનિર્માણ કરવાના ચાલી રહેલા પ્રયાસોમાં અમે એક નમ્ર યોગદાન કરવાની આશા રાખીએ છીએ. આ પ્રયાસમાં અમને સહયોગ આપનાર કર્મચારીઓના પણ અમે આભારી છીએ.”