લખનઉ: એચડીએફસી બેંકએ આજે તેની ફેસ્ટિવ ઑફર્સને ભારતના અત્યંત અંતરિયાળ વિસ્તારો સુધી પહોંચાડી હતી. તેણે આજે ભારતના સૌથી મોટી ફાઇનાન્શિયલ સર્વિસ ધમાકા ‘ફેસ્ટિવ ટ્રીટ્સ’નો ગ્રામ્ય તબક્કો લૉન્ચ કર્યો હતો, જેમાં દરેક ભારતીય માટે એક ઑફર છે. ત્રણ મહિના ચાલનાર આ ફેસ્ટિવ ટ્રીટ અભિયાન લૉન મેળવવા માંગતા નાના વેપારીથી માંડીને નવું ટેલિવિઝન ખરીદવા માંગતા પરિવાર સુધીના સૌ કોઇના સપનાંઓને સાકાર કરશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારત સરકારના કૉમન સર્વિસ સેન્ટર્સ (સીએસસી)માં પ્રવેશ મેળવનારા 1.2 લાખ વિલેજ લેવલ એન્ટરપ્રેન્યોર્સ (વીએલઈ)ના વ્યાપક નેટવર્ક મારફતે ગ્રામ્ય વિસ્તારમાં વસતા લોકો ખાસ કરીને તેમના માટે તૈયાર કરવામાં આવેલી ઑફરોને પ્રાપ્ત કરી શકે છે. તેઓ બેંકિંગથી માંડીને બચત ખાતા સુધીની તમામ પ્રોડક્ટ્સ પર વિશેષ ઑફરો તેમજ 1000થી વધુ બ્રાન્ડ્સ પર મોટું ડિસ્કાઉન્ટ મેળવશે.

50 લાખ કેન્દ્રીય કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે વધાર્યું મોંઘવારી ભથ્થુ


નાણાકીય ઉપાયોની સમગ્ર શ્રેણી પર ઉપલબ્ધ વિશેષ ફેસ્ટિવ ઑફર્સને મેળવવા માટે પહેલવહેલી વખત કોઇપણ વ્યક્તિ નજીકમાં આવેલા કૉમન સર્વિસ સેન્ટરમાં અથવા નજીકમાં આવેલ વીએલઈ પાસે જઈ શકે છે. રીટેઇલ તેમજ બિઝનેસ કસ્ટમર્સ એમ બંને અહીં નીચે જણાવ્યાં મુજબની ઑફરો પ્રાપ્ત કરી શકે છેઃ


1)લૉન માટેની પ્રોસેસિંગ ફી પર ડિસ્કાઉન્ટ
2)ઘટાડેલા ઇએમઆઈ
3)ગિફ્ટ વાઉચર્સ અને બીજું ઘણું બધું.

SBIના ગ્રાહકો માટે શરૂ કરી વધુ એક સુવિધા, દરેક ખાતેદાર ઉઠાવી શકશે ફાયદો


અન્ય ઉદ્યોગોમાં સ્ટોર મારફતે તેમજ ઓનલાઇન થતી ખરીદી પર ડિસ્કાઉન્ટ્સ, કૅશબૅક અને વધારાના રીવૉર્ડ પોઇન્ટ્સ પૂરાં પાડવા માટે બેંકએ પહેલવહેલી વખત 1000થી વધુ રીટેઇલ બ્રાન્ડ્સ સાથે જોડાણ કર્યું છે. રિલાયન્સ ડિજિટલ, સેમસંગ, વિજય સેલ્સ, બિગ બાસ્કેટ જેવી કેટલીક અગ્રણી રીટેઇલ અને કન્ઝ્યુમર બ્રાન્ડ્સ વિવિધ ઉત્પાદનો અને સેવાઓ પર 10% સુધીની છુટ આપશે. આ ઉપરાંત સ્થાનિક દુકાનદાર મારફતે હાઇપરલૉકલ ઑફરો પણ પૂરી પાડવામાં આવશે.


આ એચડીએફસી બેંકના ફેસ્ટિવ ટ્રીટ્સ અભિયાનનો બીજો તબક્કો છે. 30 સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રીય ધોરણે કરવામાં આવેલી જાહેરાતની સાથે સૌપ્રથમ વખત તેને મુંબઈમાં લૉન્ચ કરવામાં આવ્યું હતું. એચડીએફસી બેંકના બ્રાન્ચ બેંકિંગના કન્ટ્રી હેડ અરવિંદ વોરા અને એચડીએફસી બેંકના ગવર્મેન્ટ એન્ડ ઇન્સ્ટિટ્યૂશનલ બિઝનેસના કન્ટ્રી હેડ સ્મિતા ભગતની ઉપસ્થિતિમાં સીએસસી એસપીવીના સીઇઓ દિનેશ ત્યાગી દ્વારા લખનઉ ખાતે આજે આ અભિયાનનો ગ્રામ્ય તબક્કો લૉન્ચ કરવામાં આવ્યો હતો.

આ સરકારી બેંકે ગ્રાહકોને આપી ભેટ! હોમ-ઓટો લોન થઇ સસ્તી


ફેસ્ટિવ ટ્રીટ્સના બેનિફિટ્સ
- દ્વિચક્રી વાહનો પર પ્રતિ દિન ફક્ત રૂ. 77ના ખર્ચે લૉન પૂરી પાડવામાં આવશે, જેમાં ગ્રાહકે કોઈ ડાઉનપેમેન્ટ ચૂકવવાનું રહેતું નથી. તેના પરિણામે ગ્રાહકને રૂ. 2,800/-ની બચત થશે.
- નાના ટ્રેડર્સને એચડીએફસી બેંક અને સીએસસી એસપીવીના કૉ-બ્રાન્ડેડ સ્મોલ બિઝનેસ મનીબૅક ક્રેડિટ કાર્ડ ફક્ત 1 વર્ષના બેંક સ્ટેટમેન્ટ અને કેવાયસીના દસ્તાવેજો પર પૂરું પાડવામાં આવશે.
- રૂ. 999ની ફ્લેટ પ્રોસેસિંગ ફીની સાથે રૂ. 1,234/એક લાખથી શરૂ કરી કાર લૉન માટેના વિશેષ ઇએમઆઈ પૂરાં પાડવામાં આવશે.
- વેપારને વિકસાવવાની લૉન માટે કોઇપણ પ્રકારની જામીનગીરી વગર પ્રોસેસિંગની ફી પર 50%ની છુટ.
- ફેસ્ટિવ ટ્રીટ કેમ્પેઇન દરમિયાન એચડીએફસી બેંકના ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડનો ઉપયોગ કરનારા ગ્રાહકોને લકી ડ્રૉમાં પણ સ્થાન આપવામાં આવશે અને તેમની પાસે દર કલાકે એક આઇફોન 11 જીતવાની તક રહેશે. એક ભાગ્યાશાળી વિજેતા બમ્પર પ્રાઇઝ તરીકે મર્સીડીઝ કાર પ્રાપ્ત કરશે.


વીએલઈના નેટવર્ક ઉપરાંત બેંકની 5000થી વધુ શાખાઓને પણ ફાઇનાન્શિયલ સુપરમાર્કેટમાં પરિવર્તિત કરી દેવામાં આવશે, જેની ગ્રાહકો મુલાકાત લઈ તેમના પ્રશ્નો અંગે સ્ટાફ સાથે વાતચીત કરી શકશે અને આ ઑફરો પ્રાપ્ત કરી શકશે. શાખાઓ ઉપરાંત ગ્રાહકો વેબસાઇટ, પેઝેપ અને સ્માર્ટબાય જેવા ડિજિટલ પ્લેટફૉર્મ પરથી પણ આ ઑફરોનો લાભ ઉઠાવી શકશે.


અંતરિયાળ વિસ્તારોમાં બેંકિંગ ઉત્પાદનો અને સેવાઓ પૂરી પાડવા માટે સીએસસીમાં પ્રવેશ મેળવનારા વીએલઈને સક્ષમ બનાવવા જુલાઈ 2018માં એચડીએફસી બેંક અને સીએસસી એસપીવીએ એક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા. આ વ્યવસ્થામાં ગ્રામ્ય ભારતમા વસતા લાખો લોકો કે જેઓ ઔપચારિક બેંકિંગ સેવા પણ ધરાવતા નથી, તેમને બેંકિંગ સેવા ઉપલબ્ધ કરાવવાની પરિકલ્પના કરવામાં આવી હતી.