મુંબઇ: અગ્રણી ગ્લોબલ ફાઇનાન્શિયલ મેગેઝિન ફાઇનાન્સ એશિયાએ રોકાણકારો અને વિશ્લેષકો વચ્ચે હાથ ધરેલા એક મતદાનમાં એચડીએફસી બેંકને ભારતની ‘બેસ્ટ મેનેજ્ડ કંપની’ તરીકે ચૂંટી કાઢી છે. આ મતદાનમાં એચડીએફસી બેંકને ‘કૉર્પોરેટ ગવર્નન્સ’ કેટેગરીમાં શ્રેષ્ઠ કંપની તથા આદિત્ય પુરીને ‘બેસ્ટ સીઇઓ’ જાહેર કરવામાં આવ્યાં છે. કૉર્પોરેટ ગવર્નન્સની બાબતમાં એચડીએફસી બેંકને અન્ય પ્રતિષ્ઠિત કંપનીઓ કરતા વધુ મત પ્રાપ્ત થયા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સમગ્ર વિશ્વમાંથી 335 પોર્ટફોલિયો મેનેજર્સ અને વિશ્લેષકોએ છેલ્લાં 20 વર્ષથી હાથ ધરવામાં આવતાં આ સરવેમાં ભાગ લીધો હતો. આ મેગેઝિને તેની વેબસાઇટ પર જણાવ્યાં મુજબ, તેમણે બેસ્ટ સીનિયર એક્ઝિક્યુટિવ અને ડિવિડન્ડની ચૂકવણીની આસપાસ વણાયેલી શ્રેષ્ઠ નીતિઓ ઉપરાંત સમગ્ર એશિયામાં શ્રેષ્ઠ રીતે સંચાલિત થતી લિસ્ટેડ કંપનીઓ અંગે રોકાણકારોને પ્રશ્નો પૂછ્યાં હતા. આ સરવેને જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2020 દરમિયાન હાથ ધરવામાં આવ્યો હતો.


એચડીએફસી બેંક લિ.ના ચેરપર્સન શ્યામલા ગોપિનાથે આ પ્રસંગે જણાવ્યું હતું કે, ‘અમે આ માન્યતા પ્રાપ્ત કરીને ખૂબ જ વિનમ્રતાનો અનુભવ કરી રહ્યાં છીએ. આ સન્માન પારદર્શકતા અને સ્વતંત્રતા જાળવવા પ્રત્યેની બૉર્ડની કટિબદ્ધતાને પૂરું પાડવામાં આવેલું એક સમર્થન છે, જે મૂલ્યોને એચડીએફસી બેંક પરિવારના અમારા 2 લાખ સભ્યોમાંથી પ્રત્યેકે આત્મસાત કર્યા છે. અમારા કેન્દ્રમાં હંમેશાથી ગ્રાહક જ રહ્યાં હોવા છતાં અમે અમારા મૂલ્યો, પ્રામાણિકતા અને સંચાલનના માપદંડો સાથે ક્યારેય બાંધછોડ કરી નથી. અમે આગળ પણ આ મૂલ્યોને જાળવવાનો પ્રયાસ કરીશું.’


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube