HDFC બેંકના ગ્રાહકોને મોટો ફાયદો, આ `સ્કીમ` પર હવે મળશે વધારે વ્યાજ
ભારતીય રિઝર્વ બેંકના રેપો રેટ વધ્યા પછી HDFC બેંકે આ નિર્ણય લીધો છે
નવી દિલ્હી : HDFC બેંકના ગ્રાહકો માટે એક સારા સમાચાર છે. બેંક હવે ફિક્સ્ડ ડિપોઝીટ પર હવે વધારે વ્યાજ આપશે. ભારતીય રિઝર્વ બેંકનો રેપો રેટ વધ્યો એ પછી HDFC બેંક દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે એફડી પર 60 બેસિસ પોઇન્ટ એટલે કે 0.60 ટકા વધારે વ્યાજ મળશે. HDFC બેંકની વેબસાઇટ પર ઉપલબ્ધ સૂચના પ્રમાણે નવા વ્યાજદર 6 ઓગસ્ટથી લાગુ પડશે. ફિક્સ્ડ ડિપોઝીટ પર વ્યાજદર વધવાને કારણે લોનના વ્યાજદર પર પણ દબાણ વધશે. બેંકે 6 મહિનાથી માંડીને પાંચ વર્ષ સુધીના ફિક્સ્ડ ડિપોઝીટના વ્યાજદરમાં વધારો કર્યો છે. છ મહિનાથી 9 મહિના સુધીની ફિકસ્ડ ડિપોઝીટનો વ્યાજદર 0.40 ટકા વધીને 6.75 ટકા થઈ ગયો છે.
[[{"fid":"178493","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પછી એચડીએફસી બેંકે પણ ફિક્સ્ડ ડિપોઝીટ (એફડી)ના વ્યાજદરોના બદલાવ કર્યો છે. બેંકે વ્યાજદરમાં 60 બેસિસ પોઇન્ટનો વધારો કર્યો છે. આ વધારો બેંકમાં એક કરોડ રૂ.થી ઓછી રકમ જમા કરાવનાર રોકાણકારો માટે છે. બેંકની વેબસાઇટ પર આપવામાં આવેલી સૂચના પ્રમાણે ત્રણ મહિનાથી ઓછા સમયગાળાની એફડી પર મળનારા વ્યાજદરમાં કોઈ વધારો નથી કરવામાં આવ્યો. એફડીના વ્યાજદરમાં 10 બીપીએસથી માંડીને 60 બીપીએસનો વધારો કરવામાં આવ્યો છે. 6 ઓગસ્ટ, 2018થી બેંકના ગ્રાહકોને આ દરથી વ્યાજ મળશે.
આ સિવાય બે વર્ષ એક દિવસથી માંડીને પાંચ વર્ષની અવધિ સુધી જમા કરવામાં આવેલા વ્યાજદરમાં 0.10 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે ભારતીય રિઝર્વ બેંકે મોંઘવારી વધવાની ચિંતાને કારણે ગયા અઠવાડિયે રેપો રેટ 0.25 ટકા વધારીને 6.5 ટકા કરી દીધો હતો.