કાલે અપગ્રેડ થશે HDFC બેંકની સિસ્ટમ, નહીં મળે આ સુવિધાઓ; ફટાફટ આજે પતાવી દો કામ
HDFC Downtime: HDFC બેંક તરફથી કરોડો ગ્રાહકોને પહેલાથી વધારે ઝડપથી સુવિદ્યા આપવા માટે સિસ્ટમને અપગ્રેડ કરવામાં આવી રહી છે. આ સમયગાળા દરમિયાન ઘણી સુવિદ્યાઓ બેંક તરફથી આપવામાં આવશે નહીં.
HDFC Bank Update: જો તમે પણ HDFC બેંકના ગ્રાહક છો તો આ સમાચાર તમારા માટે ઉપયોગી નીવડી શકે છે. જી હા, ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેંક HDFC તેની સિસ્ટમને અપગ્રેડ કરી રહી છે. આ કામગીરી બેંક દ્વારા 13મી જુલાઈ (શનિવાર)ના રોજ કરવામાં આવી રહી છે. અપગ્રેડેશન બાદ બેંકિંગ કામગીરીની ઝડપ પહેલા કરતા વધુ ઝડપી બનશે. 13મી જુલાઈના રોજ થનાર અપગ્રેડેશન સવારે 3 વાગ્યાથી શરૂ થઈને સાંજના 4:30 વાગ્યા સુધી ચાલશે. આ સમયગાળા દરમિયાન કેટલાક ગ્રાહકોને કેટલીક સેવાઓ પ્રદાન કરવામાં આવશે નહીં.
100 વર્ષ બાદ ગ્રહોના રાજા બનાવશે બે શક્તિશાળી રાજયોગ, 3 રાશિવાળાનું ભાગ્ય ચમકી જશે
બેંકની વેબસાઈટમાં મેળવો ડિટેલ જાણકારી
આ સમયગાળા દરમિયાન કઈ કઈ સેવાઓને અસર થશે તે વિશે વધુ માહિતી તમે બેંકની વેબસાઈટ પર જઈને મેળવી શકો છો. HDFC બેંકના કામમાં તમને કોઈ સમસ્યા ન આવે તેની ખાતરી કરવા માટે બેંક દ્વારા 12 જુલાઈ, 2024 (શુક્રવાર) ના રોજ સાંજે 7:30 વાગ્યા પહેલા પૂરતા પૈસા ઉપાડવાની સલાહ આપવામાં આવી છે અને જો કોઈને પણ પૈસા મોકલાનું વિચારી રહ્યા હોય તો તે અગાઉથી કરો. બેંકનું સિસ્ટમ અપગ્રેડેશન 13 જુલાઈ, 2024 (શનિવાર)ના રોજ સવારે 3 વાગ્યાથી સાંજના 4:30 વાગ્યા સુધી થશે.
સ્માર્ટફોન માર્કેટમાં OnePlusનો ધમાકો! નવા રૂપરંગમાં લોન્ચ કર્યો OnePlus 12R, જાણો
કાર્ડલેસ રોકડ ઉપાડની સુવિધા આપવામાં આવશે નહીં.
બેંક તરફથી કહેવામાં આવ્યું છે કે સિસ્ટમ અપગ્રેડેશનનું કામ રજાના દિવસોમાં કરવામાં આવી રહ્યું છે, જેથી તમને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે. HDFC બેંક દ્વારા આપવામાં આવેલી માહિતીમાં જણાવવામાં આવ્યું હતું કે 13 જુલાઈ 2024ના રોજ સવારે 3 વાગ્યાથી સાંજના 4:30 વાગ્યા સુધી ચાલનારા સિસ્ટમ અપગ્રેડેશન દરમિયાન કેશ ડિપોઝિટ, ફંડ ટ્રાન્સફર, મિની સ્ટેટમેન્ટ, પૂછપરછ/બિલપે સેવા અને કાર્ડલેસ કેશ ઉપાડની સુવિધા ઉપલબ્ધ રહેશે નહીં.
દોડાદોડ કરી રહ્યું છે સોનું! આજે ફરી ભાવમાં ભડકો, ફટાફટ ચેક કરો સોનાનો લેટેસ્ટ રેટ
તેના સિવાય સિસ્ટમ અપગ્રેડેશન દરમિયાન નેટ બેન્કિંગ અને મોબાઈલ બેન્કિંગની સુવિધા ઉપલબ્ધ રહેશે. ફંડ ટ્રાન્સફર માટે IMPS, NEFT, RTGS, HDFC બેંક એકાઉન્ટ-ટુ-એકાઉન્ટ ઓનલાઈન ટ્રાન્સફર અને શાખા ટ્રાન્સફર સહિતની તમામ ફંડ ટ્રાન્સફર સુવિધાઓ આ સમયગાળા દરમિયાન ઉપલબ્ધ રહેશે નહીં.