નવી દિલ્હી : પ્રાઇવેટ સેક્ટરની સૌથી મોટી બેંક એચડીએફસી બેંકે ટર્મ ડિપોઝીટ રેટમાં100 બેસિસ પોઇન્ટ (1 ટકા)નો વધારો કર્યો છે. ગ્રાહકોને પૈસા જમા કરવા માટે પ્રોત્સાહન આપવા માટે એચડીએફસી બેંકે આ પગલું ભર્યું છે. હવે એચડીએફસી બેંક ગ્રાહકોને 1 વર્ષ કરતા વધારે સમય માટે જમા કરાવેલી રકમ માટે 7 ટકા અને વરિષ્ઠ નાગરિકોને 7.5 ટકા વ્યાજ મળશે જ્યારે 1 કરોડ રૂ.થી વધારે રકમ જમા કરાવ્યા પછી ગ્રાહકને વધારે રિટર્ન મળી શકશે. આમ, એચડીએફસી બેંકમાં ફિક્સ્ડ ડિપોઝીટ જમા કરનાર ગ્રાહકોને પહેલાં કરતા વધારે વ્યાજ મળશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

VIDEO : શિલ્પા શિંદે અને સુનીલ ગ્રોવર વચ્ચે મારામારી


એચડીએફસીમાં અત્યારે ગ્રાહકોના 7.9 લાખ કરોડ રૂ. જમા છે. આ રકમ દેશની તમામ બેંકોમાં જમા કુલ રકમના 7 ટકા જેટલી છે. સ્ટેટ બેંક ઓફ ઇ્ન્ડિ્યા (એસબીઆઇ)એ ફેબ્રુઆરી મહિનામાં જમા થયેલી રકમ પર વ્યાજદરમાં 50 બેસિસ પોઇન્ટ્સની વૃદ્ધિ કરી હતી. હવે આશા છે કે બીજી બેંકો પણ બહુ જલ્દી વ્યાજદરમાં વધારો કરશે. 


રિઝર્વ બેંક તરફથી જાહેર કરાયેલા આંકડાઓ પ્રમાણે 30 માર્ચ, 2018ના દિવસે બેંકોમાં કુલ 115 લાખ કરોડ રૂ. જમા હતા. જમા રકમના વૃદ્ધિના સંદર્ભે આ માત્ર 6.7 ટકા હતી જ્યારે ગયા વર્ષે આ આંકડો 15.3 ટકા હતો. ગયા નાણાંકીય વર્ષમાં લોન દેવાનો વૃદ્ધિ દર 8.2 હતો. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ ફેબ્રુઆરીમાં રિટેલ ટર્મ ડિપોઝીટ (ફિક્સ્ડ ડિપોઝીટ) પર વ્યાજદર વધાર્યો હતો.