મુંબઈ:  આઠ મહિનાના પ્રતિબંધ બાદ દેશની સૌથી મોટી ખાનગી બેંક એચડીએફસી બેંક (HDFC Bank)  એ ક્રેડિટ કાર્ડ (Credit Card) નું વેચાણ ફરીથી શરૂ કર્યું છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) માંથી રાહત મળ્યા બાદ બે ત્રણ દિવસ બાદ ક્રેડિટ કાર્ડની લાખો એપ્લિકેશન મળી છે. બેંકનો ટાર્ગેટ આગામી એક વર્ષમાં ક્રેડિટ કાર્ડ (Credit Card) બજારમાં માર્કેટ શેરને હાંસલ કરવાનો છે. એચડીએફસી બેંકે જાહેરાત કરી છે કે તે ફેબ્રુઆરી-2022થી શરૂ કરીને પોતાના પોર્ટફોલિયોમાં દર મહીને  પાંચ લાખ નવા ક્રેડીટ કાર્ડ (Credit Card) નો ઇશ્યૂ કરશે. આ કારણે તેને પોતાનો માર્કેટ શેર ફરીથી હાંસલ કરવામાં સહાય થશે અને 9થી 12 માસના ગાળામાં ક્રેડીટ કાર્ડ ઈસ્યુઈંગ બિઝનેસમાં તેની લીડરશિપ પોઝિશન મજબૂત થશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એચડીએફસી બેંકે (HDFC Bank) એવી 20 પહેલ હાથ ધરી છે કે જે 6 થી 9 માસમાં તેની વૃધ્ધિને વેગ આપશે. આમાં ફાર્મા, ટ્રાવેલ,એફએમસીજી, હૉસ્પિટાલિટી, ટેલિકોમ અને ફિનટેક કંપનીઓ સાથે મળીને  નવાં કો-બ્રાન્ડેડ કાર્ડ લોંચ કરવાનો સમાવેશ થાય છે. બેંક આગામી 9 માસમાં તેનાં કાર્ડની હાલની રેન્જમાં સુધારો કરી રહી છે અને નવી કંપનીઓ સાથે વ્યુહાત્મક ભાગીદારી માટે પણ સજજ બની છે. ગ્રાહકોની બદલાતી જરૂરિયાતો સાથે બંધ બેસે તેવી પ્રોડકટસ રજૂ કરવામાં આવશે.


એચડીએફસી બેંક (HDFC Bank) ના પેમેન્ટસ, કન્ઝયુમર ફાયનાન્સ, ડિજિટલ બેકીંગ અને આઈટી વિભાગના ગ્રુપ હેડ પરાગ રાવ જણાવે છે કે “અમે છેલ્લાથોડાક મહીના ભવિષ્યની જરૂરિયાતો માટે સજજ થવામાં વિતાવ્યા છે. નિયમન તંત્ર તરફથી નિયંત્રણ લાદવામાં આવતા અમે એ સમયનો નવી વ્યુહરચના ઘડી કાઢવામાં ઉપયોગ કર્યો છે. અમે નવી ઓફરોની સાથે સાથે હાલનાં કાર્ડ સાથે અમે અમારા ગ્રાહકોની જરૂરિયાતોને પહોંચી વળવાનો આત્મવિશ્વાસ ધરાવીએ છીએ અને પ્રચંડ વેગ સાથે પાછા ફરી રહયા છીએ. ”


એચડીએફસી બેંક (HDFC Bank) ક્રેડીટ કાર્ડમાં મજબૂત હિસ્સા સાથે ક્રેડીટ કાર્ડ (Credit Card) ઈસ્યુ કરવામાં તથા બિઝનેસ હસ્તગત કરવામાં મોખરે છે. આ બેંક દેશની સૌથી મોટી ક્રેડીટ કાર્ડ ઈસ્યુઅર છે અને તેણે છેલ્લા 8 માસથી  મજબૂત તાકાત અને સ્થિતિસ્થાપકતા  દર્શાવીને કાર્ડ પોર્ટફોલિયોમાં તેની લીડરશિપ અને  મોખરાનુ સ્થાન  જાળવી રાખ્યું  છે.


એચડીએફસી બેંક (HDFC Bank) 3.67 કરોડ ડેબીટ કાર્ડઝ,1.48 કરોડ ક્રેડીટ કાર્ડ (Credit Card) અને 21.34 લાખ સ્વીકાર પોઈન્ટ ધરાવે છે અને આ સ્થિતિ તેને દેશમાં કેશલેસ પેમેન્ટ માટેનુ સૌથી સુગમ વ્યવસ્થાતંત્ર બનાવે છે. 5.1 કરોડથી વધુ ક્રેડીટ કાર્ડઝ, ડેબીટ કાર્ડઝ અને પ્રિપેઈડ કાર્ડઝ સાથે તે દરેક માર્કેટ સેગમેન્ટની જરૂરિયાત હલ કરે છે. ભારતમાં ક્રેડીટ કાર્ડ મારફતે ખર્ચાતો દર ત્રીજો રૂપિયો એચડીએફસી બેંક કાર્ડઝ મારફતે ખર્ચાય છે.


ગત વર્ષોમાં બેંકે  ભારતની કન્ઝમ્પશન સ્ટોરીમાં નોંધપાત્ર ભૂમિકા બજાવી છે.તહેવારોની આગામી સિઝનમાં અગાઉ કરતાં વધુ જરૂરિયાત છે ત્યારે કદાચ તે ભૂમિકા બહેતર રીતે બજાવવામાં સહાયક બનશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube