નવી દિલ્હીઃ રિઝર્વ બેન્કે રેપો રેટમાં વધારો કરવાના થોડા સમય બાદ એચડીએફસી બેન્કે હોમલોન મોંઘી કરી દીધી છે. દેશની ખાનગી સેક્ટરની સૌથી મોટી બેન્કની હોમ લોન પર વ્યાજદરમાં વધારો 1 મેથી લાગૂ થઈ ગયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એચડીએફસીએ 0.05 ટકા વધાર્યો વ્યાજદર
એચડીએફસી બેન્કે પોતાના રિટેલ પ્રાઇમ લેન્ડિંગ રેટ (આરપીએલઆર) માં વધારો કર્યો છે. આ નવો દર 1 મે 2022થી લાગૂ થઈ ગયો છે. બેન્કે સ્પષ્ટ કર્યું કે, એડઝેસ્ટેબલ રેટ હોમ લોન સ્કીમ હેઠળ હોમ લોન માટે અરજી કરનાર ગ્રાહકો માટે નવો વ્યાજ દર 0.05ટકા વધી જશે અને તેમનું વ્યાજ રીસેટ ડેટથી લાગૂ થશે. 


આ પણ વાંચોઃ 2900 રૂપિયા સુધી પહોંચી શકે છે ટાઇટનનો શેર, રાકેશ ઝુનઝુનવાલાએ લગાવ્યો મોટો દાવ


રિઝર્વ બેન્કે રેપો રેટમાં કર્યો વધારો
ભારતીય રિઝર્વ બેન્કે બુધવારે મહિનાઓથી ઐતિહાસિક નિચલા એટલે કે 4 ટકા પર રહેલા રેપો રેટને વધારી દીધો. 0.40 ટકાનો તેમાં વધારો કરવામાં આવ્યો છે. આરબીઆઈની જાહેરાત બાદ દેશમાં હોમ લોન અને કાર લોન પર વ્યાજ દર વધી જશે. નવો રેપો રેટ 4.40 ટકા થઈ ગયો છે. 


મોંઘવારી વધતા રિઝર્વ બેન્કે લીધો નિર્ણય
ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે બુધવારે અચાનક પત્રકાર પરિષદ યોજી હતી. દાસે કહ્યુ કે, રેપો રેટમાં 0.40 ટકાનો વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું હતું કે સેન્ટ્રલ બેન્કની મૌદ્રિક નીતિ સમિતિએ ઇકોનોમીની સ્થિતિ પર ચર્ચા કરવા એક બેઠક યોજી હતી. આ બેઠકમાં એમપીસીના સભ્યોએ રેપો રેટમાં 0.40 ટકા વધારવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય વધતી મોંઘવારીને રોકવા માટે લેવામાં આવ્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube