Online Bank Fraud થયું હશે તો ગણતરીની પળોમાં પાછી મળશે રકમ!, આ હેલ્પલાઈન નંબર પર કરો ફોન
Online Bank Fraud: એક તો આખો દેશ કોરોના સંકટ સામે ઝઝૂમી રહ્યો છે ત્યાં બીજી બાજુ બેંક ફ્રોડ કરનારા નવા નવા તરીકે અપનાવી રહ્યા છે. જેને જોતા દિલ્હી પોલીસે ઓનલાઈન બેંક ફ્રોડનો ભોગ બનેલા લોકોની મદદ કરવા માટે એક હેલ્પલાઈન નંબર બહાર પાડ્યો છે.
નવી દિલ્હી: Online Bank Fraud: એક તો આખો દેશ કોરોના સંકટ સામે ઝઝૂમી રહ્યો છે ત્યાં બીજી બાજુ બેંક ફ્રોડ કરનારા નવા નવા તરીકે અપનાવી રહ્યા છે. જેને જોતા દિલ્હી પોલીસે ઓનલાઈન બેંક ફ્રોડનો ભોગ બનેલા લોકોની મદદ કરવા માટે એક હેલ્પલાઈન નંબર બહાર પાડ્યો છે. આ નંબર પર ફરિયાદ કરીને ગણતરી મિનિટોમાં જ ફ્રોડ દ્વારા ગયેલી રકમ એકાઉન્ટમાં પાછી મેળવી શકાશે.
આ છે હેલ્પલાઈન નંબર
કેન્દ્રીય ગૃહ મંત્રાલય તમામ પ્રકારના સાઈબર ક્રાઈમ માટે એક હેલ્પલાઈન નંબર 155260 ઓપરેટ કરે છે. ગત વર્ષ નવેમ્બર મહિનામાં દિલ્હી પોલીસની સાઈબર સેલે કેન્દ્રીય ગૃહ મંત્રાલય સાથે મળીને આ હેલ્પલાઈન નંબરને વધુ સક્ષમ બનાવવા માટે પાઈલટ બેસિસ પર કામ શરૂ કર્યું હતું. દિલ્હી પોલીસે તેમાં 10 વધુ લાઈનોને જોડી જેનાથી શાનદાર રિસ્પોન્સ મળ્યો.
સાઈબર સેલના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ અનેશ રોયે જણાવ્યું કે તેમાં ઓછામાં ઓછા 23 લોકોને તેમના ફ્રોડથી ગયેલા પૈસા પાછા મળ્યા. 23 લોકોને લગભગ 8.11 લાખ રૂપિયા પાછા લેવામાં મદદ મળી છે. જેમાં સૌથી મોટી રકમ દિલ્હીના રહીશ એક રિટાયર્ડ ઓડિટ એકાઉન્ટ ઓફિસરની હતી. જેમના 98000 રૂપિયાનું ફ્રોડ થયું હતું.
આ રીતે કામ કરે છે હેલ્પલાઈન નંબર
કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને દિલ્હી પોલીસના સાઈબર સેલ દ્વારા બહાર પાડવામાં આવેલો હેલ્પલાઈન નંબર 155260 છે. અત્રે જણાવવાનું કે તમારા પૈસા જે ખાતા કે પછી આઈડી પર ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. સરકારની 155260 હેલ્પલાઈન તે બેંક કે પછી ઈ સાઈટને અલર્ટ મેસેજ મોકલશે. ત્યારબાદ તમારી રકમ હોલ્ડ પર જતી રહેશે.
જાણો શું છે આખી રીત
જો તમે ફ્રોડનો ભોગ બન્યા હશો તો તમારે સૌથી પહેલા હેલ્પલાઈન નંબર 155260 પર ડાયલ કરવાનું રહેશે. ત્યારબાદ પ્રાથમિક પૂછપરછ તરીકે તમારું નામ, મોબાઈલ નંબર, ફ્રોડના ટાઈમિંગ, બેંક એકાઉન્ટ નંબરની જાણકારી મેળવવાની રહેશે. ત્યારબાદ હેલ્પલાઈન નંબર તમારી જાણકારીને આગળની કાર્યવાહી માટે પોર્ટલ પર મોકલી દેશે. પછી સંબંધિત બેંકને ફ્રોડની જાણકારી આપવામાં આવશે. જાણકારી વેરિફાય થયા બાદ ફ્રોડવાળા ફંડને હોલ્ડ પર મૂકાશે. ત્યારબાદ તમારી રકમ તમારા એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ જશે.
Viral Video: આ વીડિયો જોઈને આખો દેશ સ્તબ્ધ, કોરોના દર્દીને લાકડીથી માર મારી અધમૂઓ કરી નાખ્યો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube