નવી દિલ્હી: જો તમારું બજેટ ઓછું છે અને વ્યાજબી સાથે દમદાર માઈલેજવાળી બાઈક ખરીદવા ઇચ્છો છો તો આ સમાચાર માત્ર તમારા કામના છે. ભારતની પ્રિય ટુ-વ્હિલર વાહન બનાવતી કંપની હીરો મોટોકોર્પ ભારતમાં નાના બજેટની ઘણી મોટરસાયકલ વેચી રહી છે. જેમાં સૌથી સસ્તી બાઈક છે Hero HF Deluxe. વેચાણના મામલે દુનિયાની સૌથી મોટી ટુ-વ્હિલર નિર્માતા હીરોએ આ મોટરસાયકલને સંપૂર્ણ રીતે પૈસા વસુબ બનાવી છે અને વ્યાજબી હોવાની સાથે સાથે બાઈક ધાકડ માઇલેજ પણ આપે છે. જે સામાન્ય વર્ગના લોકો માટે સૌથી સારો વિકલ્પ બની શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

4,999 રૂપિયામાં ઘરે લાવી શકો છો
પહેલાથી વ્યાજબી આ મોટરસાયકલની ઓનરોડ કિંમત 63,699 રૂપિયા છે જેને તમે 4,999 રૂપિયામાં પણ ઘરે લાવી શકો છો. ડાઉન પેમેન્ટ બાદ 9.7 ટકાના વ્યાજ દર પર તમને 1 વર્ષ માટે ઇએમઆઇ પર આ બાઈક મળશે. જેનો મંથલી હપ્તો 5,065 રૂપિયા હશે. તમે જણાવી દઇએ કે અહીં ગ્રાહકને કુલ 3,081 રૂપિયા વ્યાજ આપવાનું રહેશે. ત્યારબાદ ગ્રાહક પોતાની અનુકૂળતા પ્રમાણે મંથલી ઇન્સ્ટોલમેન્ટને 2 વર્ષ અથવા 3 વર્ષ સુધી વધારી શકે છે. જેમાં હપ્તો વધુ સરળ થઈ જશે, પરંતુ તમારે વ્યાજની રકમ થોડી વધારે ચૂકવી પડે છે.


શરૂઆતી એક્સશોરૂમ કિંમત 52,700 રૂપિયા
Hero MotoCorp એ HF Deluxe સાથે BS6 ધોરણોવાળું 97.2 સીસી એર-કુલ્ડ 4-સ્ટ્રોક સિંગલ સિલેન્ડર એન્જિન આપ્યું છે. આ એન્જિન 8000 rpm પર 8.24 bhp તાકાત અને 500 rpm પર 8.05 Nm પીક ટોક જનરેટ કરે છે. કંપનીએ બાઈકના એન્જિનને 4-સ્પીડ ટ્રાન્સમિશન આપ્યું છે. આ મોટરસાયકલને એક લીટર પેટ્રોલમાં 83 કિમી સુધી ચલાવી શકાય છે. તમને જણાવી દઈએ કે દિલ્હીમાં આ બાઈકની શરૂઆતી એક્સશોરૂમ કિંમત 52,700 રૂપિયા છે જે ઓલ Fi-i3S માટે 63,400 રૂપિયા સુધી પહોંચે છે. બાઈક ડ્રમ બ્રેક ઓઇલ વ્હિલ મોડલની કિંમત 53,700 રૂપિયા છે.


સસ્તું અને વધારે માઈલેજવાળું બાઈક
સેલ્ફ સ્ટાર્ટ મોડલની કિંમત 61,900 રૂપિયા છે જે બ્લેક વેરિએન્ટ મોડલ માટે 62,500 રૂપિયા થઈ જાય છે. હીરો HF ડિલ્કસના આગળના ભાગમાં ટેલિસ્કોપિક હાઈડ્રોલિક સસ્પેન્શન મળે છે. ત્યારે તેના પાછળનો ભાગ રિયર સ્વંગ આર્મની સાથે 2 સ્ટેપ એડજેસ્ટેબલ સસ્પેન્શન સાથે આવે છે. બાઈકના આગળના ટાયરને 130 મિમી ડ્રમ બ્રેક અને પાછળના ટાયરમાં પણ 130 મીમી ડ્રમ બ્રેક આપવામાં આવી છે. આ બ્રેકિંગ સિસ્ટમ સીબીએસ એટલે કે કંબાઈન્ડ બ્રેકિંગ સિસ્ટમ સાથે આવે છે. જો તમે સસ્તું અને વધારે માઈલેજવાળું બાઈક ખરીદવાનો પ્લાન કરી રહ્યા છો તો આ તમારા માટે શાનદાર વિકલ્પ સાબિત થઈ શકે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube