નવી દિલ્હીઃ ભારતમાં તહેવારોની સીઝનની શરૂઆતની સાથે હજારો પ્રોડક્ટ પર  ધમાકેડાર ડીલ્સની ઓફર મળવા લાગી છે. તેવામાં જો તમે નવી બાઇક લેવાનો પ્લાન કરી રહ્યાં છો તો આ સૌથી સારો સમય છે. દેશની સૌથી મોટી ટૂ-વ્હીલર નિર્માતા કંપની હીરો મોટોકોર્પ (Hero MotoCorp) એ ધમાકા ફેસ્ટિવ ઓફર્સ  (Dhamaka Festive Offers) ની જાહેરાત કરી છે. તે હેઠળ ગ્રાહકોને કેશ ડિસ્કાઉન્ટની સાથે, યોગ્ય ડાઉન પેમેન્ટ, ઓછો વ્યાજ દર, લોયલ્ટી બોનસનો ફાયદો મળી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ રીતે જોવામાં આવે તો તમને નવી હીરો બાઈકની ખરીદી પર 12500 રૂપિયા સુધીનો લાભ મળી શકે છે. આવો વિસ્તારથી જાણીએ તે ફાયદા વિશે..


આ પણ વાંચોઃ Gold Price Today: સપ્તાહના પ્રથમ દિવસે સસ્તું થયું સોનું, ચાંદીની કિંમત પણ ઘટી


1. નવી બાઇકની ખરીદી પર 12,500 રૂપિયા સુધીનો ફાયદો
2. ડાઉન પેમેન્ટ 6999 રૂપિયાથી શરૂ
3. વ્યાજદર ઓછામાં ઓછો 5.55 ટકા
4. 5000 રૂપિયાનું એક્સચેન્જ લોયલ્ટી બોનસ
5. 2100 રૂપિયા સુધીની કેશ ડિસ્કાઉન્ટ ઓફર
6. કાર્ડથી પેમેન્ટ કરવા પર 7500 રૂપિયાનો લાભ


આ ફાઇનાન્શિયલ બેનિફિટ્સનો ઉઠાવો લાભ
1. કોઈ હાઇપોથેકેશન નહીં
2. ઝીરો કોસ્ટ EMI
3. કિસાન ઈએમઆઈ
4. રોકડ ઈએમઆઈ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube