નવી દિલ્હી: જો તમે સ્કૂટી ખરીદવાનું વિચારી રહ્યા છો, તો ફક્ત 1 રૂપિયાના ડાઉન પેમેન્ટ પર નવી ચમચમાતી સ્કૂટી ખરીદી શકો છો અને તેને  ઘરે લાવી શકો છો. દેશની જાણીતી ટુ વ્હીલર કંપની Hero MotoCorp એ મંગળવારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસર પર આ મોટી જાહેરાત કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

11 માર્ચ સુધી ચાલુ રહેશે ઓફર
Hero MotoCorp અનુસાર, આ ઓફર માત્ર પસંદગીના શહેરોમાં શરૂ કરવામાં આવી છે અને 11 માર્ચ સુધી ચાલુ રહેશે. આ સમય દરમિયાન તમે નજીકના કોઈપણ હીરો શોરૂમમાં જઈને કોઈપણ સ્કૂટી અથવા સ્કૂટર ખરીદી શકો છો. કંપનીનો દાવો છે કે 1 રૂપિયાના ડાઉન પેમેન્ટની સુવિધા સાથે કેશ બોનસ ઓફર પણ શરૂ કરવામાં આવી છે.


6 હજાર રૂપિયા સુધીનું મળી રહ્યું છે બોનસ
કંપનીના જણાવ્યા અનુસાર, Maestro Edge 125, Destini 125 અને Pleasure Plusની ખરીદી પર મહિલાઓને 4,000 રૂપિયા સુધીનું કેશ બોનસ આપવામાં આવી રહ્યું છે. આ સાથે, Destini 125 બાઇકની ખરીદી પર 2,000 રૂપિયાનું લોયલ્ટી બોનસ પણ ઉપલબ્ધ છે.

લાઇટબિલ વધુ આવે છે? આ ટિપ્સને કરો ફોલો; AC ચલાવશો તો પણ અડધુ જ આવશે બિલ


મહિલાના નામે કરાવી શકાશે બુકિંગ
કંપનીનું કહેવું છે કે જો કોઈ પરિવાર તેમના પરિવારની મહિલાના નામે બુકિંગ કરાવશે તો તેને પણ આ ઑફર્સ આપવામાં આવશે. માર્કેટમાં ડેસ્ટિની 125ની કિંમત 70,400 રૂપિયા, Maestro Edge 125ની કિંમત 73,450 રૂપિયા અને Maestro Edge 110ની કિંમત 66,820 રૂપિયા છે. આવી સ્થિતિમાં 4 થી 6 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ તમારા માટે મોટી રાહત મળશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube