ઇશા અંબાણીની પ્રી-વેડિંગ સેરેમનીમાં રેમ્પ વોક કરશે મહેમાન, જાણો કોણ પહોંચ્યું
ઇશા અંબાણીની પ્રી-વેડિંગ સેરેમની ઉદયપુરમાં શરૂ થઇ ગઇ છે. પ્રી-વેડિંગ સેરેમનીમાં સામેલ થઇ રહેલા બોલીવુડ, ક્રિકેટ અને આંતરરાષ્ટ્રીય જગતના તમામ હસ્તિઓ પહોંચી રહ્યાં છે.
નવી દિલ્હી: રિલાયંસ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણની પુત્રી ઇશા અંબાણીની પ્રી-વેડિંગ સેરેમની ઉદયપુરમાં શરૂ થઇ ગઇ છે. પ્રી-વેડિંગ સેરેમનીમાં સામેલ થઇ રહેલા બોલીવુડ, ક્રિકેટ અને આંતરરાષ્ટ્રીય જગતના તમામ હસ્તિઓ પહોંચી રહ્યાં છે. લગ્નનું આયોજન 12 ડિસેમ્બરે મુંબઇમાં એન્ટીલિયા હાઉસમાં કરવામાં આવ્યું છે. શુક્રવાર સાંજે અંબાણી પરિવાર ઉદયપુરના નારાયણ સેવા સંસ્થામાં ખાસ અન્ન સેવા શરૂ કરી છે. જેમાં 7થી 10 ડિસેમ્બર સુધી ત્રણ ટાઇમ 5100 લોકોને ભોજન કરવાવામાં આવશે. જેમાં મોટાભાગના દિવ્યાંગ લોકો સામેલ હશે.
હિલેરી ક્લિંટન ઉદયપુર પહોંચી
શનિવાર બપોરે હિલેરી ક્લિંટન ઉદયપુર પહોંચી ગઇ છે. આ પહેલા મિત્તલ ઇન્ડસ્ટ્રીના ચેરમેન લક્ષ્મી નારાયણ મિત્તલ પરિવાર સહિત ઉદયપુર પહોંચ્યા હતા. એવામાં તમે પણ વિચારી રહ્યાં હશો કે મોટી માટી હસ્તિઓ પ્રી-વેડિંગ સેરેમનીમાં સામેલ થવા પહોંચી રહી છે. એવામાં કયા દિવસે કયો પ્રોગ્રામ છે. તો અમે તેમને ઇશા અંબાણીની પ્રી-વેડિંગ સેરેમની વિષે વિસ્તાર પુરવક જણાવીશું. લેકસિટી અંબાણી પરિવારની પુત્રી ઇસાની પ્રી-વેડિંગ સેરેમની સાક્ષી બનશે. શનિવાર સાંજે સિટી પેલેસના માણક ચોકમાં મહિલા સંગીતનું આયોજન કરવામાં આવશે. મહિલા સંગીત માટે માણક ચોકમાં ભવ્ય સેટ તૈયાર કરવામાં આવ્યો છે.
સેટ તૈયાર કરવામાં લાગ્યા 15 દિવસ
માણક ચોકમાં બનાવવામાં આવેલા સેટને તૈયાર કરવામાં 15 લાગ્યા છે. જાણવા મળી રહ્યું છે કે મહિલા સંગીતમાં આવનારા મહેમાન રેમ્પ વોક કરશે. આ ઉપરાંત જાણીતા સિંગર અરિજીતની અવાજ પણ મહિલા સંગીત દરિયાન ગુંજશે. ત્યારે બોલીવુડ સિંગર બિયોંસે પણ તેની પર્ફોર્મન્સ આપશે. ઉદેપુરના સિટી પેલેસ, હોટલ ઉદય વિલાસ, ટ્રાઇડેન્ટ અને લીલા પેલેસમાં બે દિવસ સુધી પ્રી-વેડિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું છે.
સમારોહમાં લગભગ 1800 મહેમાનો સામેલ થવાની આશા છે. લંચ અને ડિનરમાં મહેમાનોને 400 ડિશ પીરસવામાં આવશે. ત્યારે બ્રેકફાસ્ટમાં 200 આઇટમ હશે. આ સેરેમનીમાં રાજસ્થાનની સાથે ગુજરાતી પરંપરાની પણ ઝલક જોવા મળશે. સમાચાર મળી રહ્યાં છે કે પ્રી-વેડિંગ સેરેમનીમાં સામેલ થવા માટે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની પણ પહોંચ્યા છે. શનિવાર રાત્રે વીવીઆઇપી પહોંચવાની આશા છે.