અમેરિકી શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગે 24 જાન્યુઆરી 2023 બાદ ફરીથી એકવાર એક રિપોર્ટ બહાર પાડીને ભૂકંપ સર્જી નાખ્યો છે. આ વખતે નિશાના પર સેબીના ચેરપર્સનલ માધવી પુરી બુચ હતા. પોતાના રિપોર્ટમાં હિંડનબર્ગે માધવી પુરી બુચ અને અદાણી ગ્રુપ વચ્ચે તાર જોડ્યા છે. સેબી પ્રમુખ પર આરોપ લગાવ્યા કે તેમણે પોતાના અંગત ફાયદા માટે અદાણી સમૂહ વિરુદ્ધ કાર્યવાહી કરી નહીં. આ રિપોર્ટ આવ્યા બાદ સોમવારે અદાણી ગ્રુપના શેરો પર નિગેટિવ અસર જોવા મળી. બજાર ખુલતાની સાથે જ અદાણીના 10 શેર તૂટ્યા. તૂટતા શેર અને ઘટતી માર્કેટ કેપે ગૌતમ અદાણીની સંપત્તિમાં પણ કડાકો બોલાવી દીધો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મળ્યો આટલો મોટો ઝટકો
હિંડનબર્ગના રિપોર્ટમાં સેબી પ્રમુખ પર અનેક ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. તેમના પર અદાણી સમૂહને ફાયદો પહોંચાડવાનો આરોપ લગાવવામાં આવ્યો. અદાણી સમૂહને લઈને હિંડનબર્ગે સેબી ચીફના આરોપોની યાદી પણ બહાર પાડી દીધી. જેની અસર અદાણીના શેરો અને ગૌતમ અદાણીની સંપત્તિ પર જોવા મળી. હિંડનબર્ગના રિપોર્ટના કારણે ગૌતમ અદાણી સોમવારે દુનિયાના ટોપ લૂઝર બિલિયોનર્સની યાદીમાં બીજા નંબરે રહ્યા. એક જ  ઝટકામાં તેમની સંપત્તિ 1.41 અબજ ડોલર એટલે કે લગભગ 1,18,36,35,78,000 રૂપિયા ઘટી ગઈ. બ્લૂમબર્ગ બિલિયોનર્સ ઈન્ડેક્સ મુજબ તેમની સંપત્તિ ગણતરીના કલાકોમાં ઘટીને 104 અબજ ડોલર પર પહોંચી ગઈ. 


આ અગાઉ 14 જાન્યુઆરી 2023ના રોજ જ્યારે પહેલીવાર હિંડનબર્ગે અદાણીની કંપનીઓ પર એકાઉન્ટિંગ હેરાફેરી અને શેરોની ઓવરપ્રાઈઝિંગ અંગે લાંબો લચક રિપોર્ટ બહાર પાડ્યો હતો તો બજારમાં ઉથલ પાથલ મચી ગઈ હતી. અદાણીના શેરો ધડામ થયા હતા. બજારમાં ભારે ભૂકંપ સર્જાયો હતો. અદાણીના શેર 65 ટકા સુધી તૂટ્યા હતા. કંપનીની માર્કેટ કેપ 100 અબજ ડોલર સુધી સરકી ગઈ હતી. અદાણીની સંપત્તિ એટલી ઘટી ગઈ કે જે એક સમયે દુનિયાના બીજા સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ હતા તેઓ ટોપ 30માંથી પણ બહાર થઈ ગયા. જો કે આ વખતના રિપોર્ટની અસર શેર બજાર પર તો બહુ જોવા મળી નહીં. અદાણીના શેરો ઉપર પણ તેની મામૂલી અસર જોવા મળી. 


ગૌતમ અદાણીના શેરના હાલ
હિંડનબર્ગે પોતાના રિપોર્ટમાં દાવો કર્યો કે સેબી  પ્રમુખ માધવી પુરી બુચ અને તેમના પતિ ધવલ બુચની અદાણીની ઓફશોર કંપનીઓમાં ભાગીદારી છે. હિંડનબર્ગના આરોપોની અસર સોમવારે અદાણીના શેરો પર જોવા મળી હતી. શરૂઆતના કલાકોમાં અદાણીના શેર 17 ટકા સુધી તૂટ્યા. સૌથી વધુ નુસાન અદાણી એનર્જીને થયું. જ્યારે અદાણી ટોટલ ગેસના શેર 13.39 ટકા તૂટ્યા. એ જરીતે અદાણી પાવર 1.21 ટકા, અદાણી ગેસ 3.95 ટકા, અદાણી પોર્ટ્સ 2.33 ટકા સુધી તૂટ્યા.