Hindenburg Research: હિંડનબર્ગના એક રિસર્ચ રિપોર્ટે ભારતીય શેરબજાર અને અદાણી ગ્રૂપની હાલત ખરાબ કરી દીધી છે. બુધવારે અને પછી શુક્રવારે શેરબજારમાં આવેલા ઘટાડાથી વિશ્વના ત્રીજા નંબરના સૌથી અમીર  વ્યક્તિ ગૌતમ અદાણીને સાતમા નંબરે ધકેલી દીધા હતા. આ રિપોર્ટમાં બે દિવસમાં ભારતના સૌથી અમીર વ્યક્તિની કંપનીઓના 4 લાખ 10 હજાર કરોડ રૂપિયાથી વધુની રકમ સાફ થઈ ગઈ છે. આ અહેવાલની અસર એવી થઈ કે અદાણીની કંપનીઓના શેર ધૂળ ચાટવા લાગ્યા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અદાણી ગ્રૂપના શેર્સ અને તેમનો ઘટાડો
શુક્રવારના બંધ વેપારમાં અદાણી ગ્રીન એનર્જી, અદાણી ટોટલ ગેસ, અદાણી ટ્રાન્સમિશનના શેરમાં 20 ટકાનો ઘટાડો થયો હતો. આ સિવાય અદાણી એન્ટરપ્રાઇઝ 18 ટકા, અંબુજા સિમેન્ટ 16 ટકા, અદાણી પોર્ટ્સ 15 ટકા, ACC 12 ટકા, અદાણી વિલ્મર અને અદાણી પાવર 5-5 ટકાના ઘટાડા સાથે બંધ થયા હતા.


Hindenburgના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે 'વિશ્વના ત્રીજા સૌથી ધનિક વ્યક્તિએ કોર્પોરેટ ઈન્ડસ્ટ્રીની સૌથી મોટી છેતરપિંડી કેવી રીતે કરી છે?' રિપોર્ટમાં અદાણી ગ્રૂપ પર છેતરપિંડી કરીને કંપનીઓના માર્કેટ વેલ્યુમાં હેરાફેરી કરવાના ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે.


ગૌતમ અદાણીએ 1.84 લાખ કરોડની સંપત્તિ ગુમાવી, ધનીકોની યાદીમાં સાતમાં ક્રમે ખસી ગયા


ચાલો જાણીએ કંપનીએ લગાવેલા પાંચ આરોપો


આરોપ નંબર-1: અદાણી ગ્રૂપની કંપનીઓએ શેરની કિંમતો મૈનિપુલેટ કરી છે અને એકાઉન્ટિંગ છેતરપિંડી કરી છે.


આરોપ નંબર-2: અદાણી ગ્રુપે વિદેશમાં ઘણી કંપનીઓ બનાવીને ટેક્સ બચાવવાનું કામ કર્યું છે.


આરોપ નંબર-3: મોરેશિયસ અને કેરેબિયન ટાપુઓ જેવા ટેક્સ હેવન દેશોમાં ઘણી બેનામી કંપનીઓ છે, જે અદાણી ગ્રુપની કંપનીઓમાં હિસ્સો ધરાવે છે.


આરોપ નંબર 4: અદાણીની લિસ્ટેડ કંપનીઓ ભારે દેવાદાર છે, જેણે સમગ્ર જૂથને અસ્થિર નાણાકીય સ્થિતિમાં મૂક્યું છે.


આરોપ નંબર-5: ઊંચા વેલ્યુએશનને કારણે કંપનીના શેરની કિંમત 85 ટકા જેટલી ઊંચી જણાવવામાં આવી રહી છે.


આ રિપોર્ટની અસર એટલી વધી છે કે માત્ર બે દિવસમાં અદાણી ગ્રુપને મોટું નુકસાન થયું છે. 


સરકારના નિર્ણયથી સસ્તો થઈ ગયો લોટ અને ઘઉં!, જાણો કિંમતમાં કેટલો ઘટાડો થયો?


18 મહિનાના DA એરિયર્સ પર સરકારનો મોટો નિર્ણય, લાખો કર્મચારીઓ માટે ખુશખબર


લાયસન્સ કે રજિસ્ટ્રેશનની જરૂર નહીં પડે, બિંદાસ્ત થઈને ચલાવો આ સ્કૂટર


અદાણી ગ્રુપ પર આ રિપોર્ટની 3 મોટી અસરો...


1. 25 જાન્યુઆરીથી 27 જાન્યુઆરીની વચ્ચે બે દિવસમાં અદાણી ગ્રુપના માર્કેટ કેપિટલાઇઝેશનમાંથી 4 લાખ 10 હજાર કરોડ રૂપિયા સાફ થઈ ગયા છે. 25 જાન્યુઆરીએ માર્કેટ કેપ જે 19.5 લાખ કરોડ રૂપિયાની આસપાસ હતી જે ઘટીને લગભગ 15.5 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે. એટલે કે લગભગ 25 ટકાનો ઘટાડો થયો છે.


2. અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડની રૂ. 20,000 કરોડની ફોલો-ઓન પબ્લિક ઓફર એટલે કે FPO શુક્રવારે ખુલ્યો છે. તેની પ્રાઇસ બેન્ડ 3112 થી 3276 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. પરંતુ રિપોર્ટની અસરને કારણે તે પહેલા દિવસે માત્ર 1 ટકા સબસ્ક્રાઇબ થયો હતો.


3. અદાણી ગ્રુપના માલિક ગૌતમ અદાણી ફોર્બ્સની યાદીમાં ત્રીજા નંબરથી સાતમા સ્થાને આવી ગયા છે. 25 જાન્યુઆરીએ તેમની કુલ સંપત્તિ 9 લાખ 71 હજાર 500 કરોડ રૂપિયા હતી, જે 27 જાન્યુઆરીએ ઘટીને 7 લાખ 86 હજાર 400 કરોડ રૂપિયા થઈ ગઈ હતી. એટલે કે માત્ર 48 કલાકમાં 1 લાખ 85 હજાર કરોડ રૂપિયા ડૂબી ગયા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube